Sankat choth : આ તારીખે છે 2024ની છેલ્લી સંકટ ચતુર્થી, નિયમોના પાલન સાથે કરો પૂજા, બાપ્પા ધન-ધાન્યથી ભરી દેશે ઘર

સંકષ્ટી ચતુર્થીના દિવસે દુર્લભ સંયોગમાં પૂજા કરવાથી વ્યક્તિ ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે.

| Updated on: Dec 16, 2024 | 3:06 PM
સંકટ ચતુર્થી એ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

1 / 5
ત્યારે આ સંકટ ચતુર્થીના દિવસે વિશેષ યોગ બને છે આથી આવા દુર્લભ સંયોગમાં પૂજા કરવાથી વ્યક્તિને ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પંચાંગ અનુસાર વર્ષની છેલ્લી સંકટ ચતુર્થી 18 ડિસેમ્બર બુધવારે છે જે સવારે 10.06 વાગ્યાથી શરૂ થશે અને 19 ડિસેમ્બર, ગુરુવારના રોજ સવારે 10.02 વાગ્યે સમાપ્ત થશે.

2 / 5
સંકષ્ટી ચતુર્થીના દિવસે સૌ પ્રથમ પૂજા સ્થાનને ગંગા જળથી શુદ્ધ કરો. ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્રને સ્વચ્છ પાટલા પર સ્થાપિત કરો. બાપ્પાની મૂર્તિને ગંગાજળ, દૂધ, દહીં, મધ, ઘી વગેરેથી અભિષેક કરો. કુમકુમ, રોલી અને ચંદનથી મૂર્તિને શણગારો અને ફૂલોથી માળા ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશને મોદક, દુર્વા અને અન્ય પ્રસાદ ચઢાવો. અને “ઓમ ગણેશાય નમઃ” મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની આરતી કરો. રાતે ચંદ્રમાના દર્શન કે અર્ઘ્ય ચઢાવી અને પછી ઉપવાસ તોડવો.

3 / 5
આ નિયમોનું પાલન કરો : દુર્લભ સંયોગના દિવસે વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશને દુર્વા અવશ્ય ચઢાવો. પૂજા કરો, પૂજા પછી પ્રસાદ ગ્રહણ કરો અને જરૂરિયાતમંદોને દાન કરો.

4 / 5
સંકટ ચતુર્થીનું મહત્વ : એવું માનવામાં આવે છે કે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંકટ ચતુર્થીની પૂજાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર પણ કહેવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">