અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ છેલ્લા એક મહિનાથી રાજશ્રી કોઠારી ફરાર હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી તેમની ધરપકડ કરી હતી અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે મંજૂર કર્યા છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ છેલ્લા એક મહિનાથી રાજશ્રી કોઠારી ફરાર હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી તેમની ધરપકડ કરી હતી અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે મંજૂર કર્યા છે.
અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા. તો આ કેસમાં સરકારી વકીલે કોર્ટમાં મોટા ખુલાસા કર્યા છે. સરકારી વકીલે કહ્યું કે, લોકોને ડરાવી-ધમકાવી ઓપરેશન કરાવામાં આવતા હતા. દર્દીઓને 90 ટકા બ્લોકેજ હોવાનું કહીને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાતા હતા. દર્દીઓ ના પાડે તો કહેતા કે તમારે ક્યાં રૂપિયા આપવાના છે, સરકાર આપશે એમ કહી ઓપરેશન કરાવતા હતા. વકીલે વધુમાં કહ્યું કે, જો 2 લોકોના મોત ન થયા હોત તો સમગ્ર મામલો બહાર ન આવ્યો હોત.