અમરેલીમાં ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાએ બચાવ્યો સાવજોના જીવ, 24 કલાકમાં 8 સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવાયા- Video
છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં 8 સિંહોને ટ્રેન અકસ્માતોમાંથી બચાવવામાં આવ્યા છે. રાજુલા-પીપાવાવ અને ધારી-ચલાલા રેલવે ટ્રેક પર ઘટનાઓ બની હતી. ટ્રેન ડ્રાઇવરે સમયસૂચકતા બતાવી ઈમરજન્સી બ્રેક લગાવતા સિંહોનો જીવ બચી ગયો.
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ઘટનામાં કુલ 8 સિંહનો બચાવ થયો છે. ટ્રેક પર દોડતી રેલવેની રફતારે સિંહના પ્રાણ સંકટમાં મુક્યા હતા. પ્રથમ ઘટના છે રાજુલા-પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેકની કે જ્યાં અચાનક 5 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. ટ્રેનની રફતારથી વનરાજાની પ્રાણ સામે ખતરો મંડાયો હતો. પરંતુ ટ્રેનના ચાલકે સમયસૂચકતા વાપરીને ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનના પૈંડા થંભાવી દીધા હતા. જેના કારણે 5 સિંહનો બચાવ થયો. બીજી તરફ ધારી-ચલાલા રેલવે ટ્રેક પર 2 સિંહ બાળ આવી ચડ્યા હતા. અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેન રોકી બાળ સિંહને બચાવાયા હતા. મહત્વનું છે કે શિયાળા દરમિયાન ટ્રેનની અડફેટે સિંહના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.
હાલ શિયાળાની ઋતુમાં સિંહોની રેલવે ટ્રેક પર અવરજવર વધી ગઈ છે. જેને કારણે રેલવે વિભાગ વધુ સતર્ક રહે છે. હાઈકોર્ટે પણ સંજ્ઞાન લઈ રેલવે ટ્રેક અવારનવાર થતા સિંહોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ ટ્રેનોની ગતિ પણ ઘટાડવામાં આવી અને ફોરેસ્ટ વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા વધુ સતર્કતાથી કામગીરી કરવામાં આવી રહી છે. આજની ઘટનામાં કૂલ 8 સિંહોને ટ્રેનની ટક્કરે આવતા બચાવવામાં આવ્યા છે.