શુ તમે જાણો છો આ ફળ વિશે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ છે આ ફળ
કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યોને અમૂલ્ય બક્ષીસો આપી છે. એ પૈકીની એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ ફિંડલા ના નામે ઓળખાય છે. અને એ ફિંડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે

ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅર ( Prickly Pears ) માં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ ( cholesterol ) અને સેચ્યુરેટેડ ( Saturated ) ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે.

વજન ઉતારવામાં ફાયદાકારક આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.

ફિંડલા ( Prickly Pears ) પોષણ તથ્યો જ્યારે આપણે ફિંડલાના પોષક મૂલ્ય વિશે વાત કરીએ છીએ તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન સી અને બી, બીટા કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ ફળનો એક કપમાં ઘણા વિટામિન અને ખનિજોના દૈનિક ઇન્ટેક મૂલ્યના નોંધપાત્ર ભાગનો સ્રોત બની શકે છે. તે બિન-શોષી શકાય તેવા સંકુલ (કેલ્શિયમ ઓકસાલેટ) ના સ્વરૂપમાં હાજર છે

પોષણ : એક કપ કાચા નોપલ્સમાં લગભગ સમાવિષ્ટ છે 13.8 કેલરી 1.14 ગ્રામ (જી) પ્રોટીન ચરબી 0.08 ગ્રામ કાર્બોહાઇડ્રેટનું 2.86 ગ્રામ 1.89 ગ્રામ રેસા ખાંડ 0.99 ગ્રામ 19.8 માઇક્રોગ્રામ (એમસીજી) વિટામિન એ 8 મિલિગ્રામ (મિલિગ્રામ) વિટામિન સી 141 મિલિગ્રામ કેલ્શિયમ વિટામિન કે 4.56 એમસીજી

બ્લડ પ્રેશર નિયંત્રણમાં ફિંડલામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે.ફિંડલાનું સેવન મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પ્રખ્યાત છે. તે મોઢાની સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ છે.

દ્રષ્ટિ સુધારવા માટે લાભદાયક ફિંડલામાં વિટામિન A હોય છે, જે આંખોના આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે અને દ્રષ્ટિ સુધારવામાં મદદરૂપ છે.

મહિલાઓ માટે ખાસ ફાયદા ફિંડલાનું સેવન માસિક ચક્રને નિયમિત બનાવવામાં મદદ કરે છે અને હોર્મોનના સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે
વૈધાનિક ચેતવણી: આ લેખ વધુ માહિતી આપવા માટેનો પ્રયાસ છે. આરોગ્ય સંદર્ભમાં ડોક્ટરનો સંપર્ક ખાસ કરવો
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, સ્વાસ્થ્ય ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
