બુમરાહ વિશે વિવાદિત નિવેદન આપનાર ઈસા ગુહા કોણ છે? જાણો

મહિલા કોમેન્ટેટર ઈસા ગુહાએ બુમરાહ પાસે માફી માંગી છે. ઈસા ગુહાએ બુમરાહ માટે પ્રાઈમેટ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ વાનર પણ થાય છે. ગાબામાં ત્રીજા દિવસની રમત શરુ થાય તે પહેલા તેમણે સૌથી પહેલા બુમરાહ પાસે માફી માંગી હતી. તો જાણો કોણ છે ઈસા ગુહા

| Updated on: Dec 16, 2024 | 1:46 PM
બ્રિટિશ પૂર્વ ક્રિકેટર ઈસા ગુહા જસપ્રીત બુમરાહ પર કોમેન્ટ કરી વિવાદમાં આવી ગઈ છે. તેમને આ ભૂલનો અહેસાસ થતા તેમણે બુમરાહ પાસે માફી પણ માંગી છે. તો ચાલો જાણીએ આ ઈસા ગુહા કોણ છે.

1 / 6
કોઈના વખાણ કરવા એક કળા છે. જેના માટે યોગ્ય શબ્દો પસંદ કરવાના હોય છે.તમે જે કહેવા માંગો છો તે સામાવાળા વ્યક્તિ સુધી સરળ પહોચે. જો આવું ન થયું તો તમારે લેવાના દેવા પડી જાયછે. પછી તમને જ પછતાવો થશે.

2 / 6
આવું જ કાંઈક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમેન્ટ્રી કરી રહેલી પૂર્વ ક્રિકેટર ઈસા ગુહાની સાથે થયું હતુ. તે જસપ્રીત બુમરાહ પર એક કોમેન્ટ કરી વિવાદમાં આવી ગઈ છે. તે જસપ્રીત બુમરાહની બોલિંગના વખાણ કરતા તેને કિંમતી બંદર કહ્યું હતુ. જેનાથી ધમાલ મચી ગઈ છે.

3 / 6
ઈસા ગુહાએ કહ્યું તેનો ઈરાદો વખાણ કરવાનો હતો પરંતુ ઈસા ગુહાએ આગળ કહ્યું, 'હું દરેકનું સન્માન કરું છું, જો તમે કોમેન્ટ્રીની સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ સાંભળશો, તો તમને લાગશે કે હું ભારતના મહાન ખેલાડીઓની પ્રશંસા કરી રહી હતી.હું સમાનતામાં વિશ્વાસ રાખું છુ.

4 / 6
ઈસા ગુહા ઈંગ્લેન્ડની પૂર્વ ફાસ્ટ બોલર છે. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશલ ડેબ્યુ કર્યું હતુ. ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ માટે 8 ટેસ્ટ મેચમાં 29 વિકેટ લીધી હતી. આ સાથે વનડેમાં તેના નામે 83 વનડેમાં 101 વિકેટ છે. તેમજ ટી20માં 18 વિકેટ લેવામાં સફળતા મળી છે.

5 / 6
ઈસા ગુહા સૌથી શાનદાર મહિલા કોમેન્ટેટરમાંથી એક છે. જે દુનિયાભરની દરેક મોટી લીગ અને સીરિઝમાં કોમેન્ટ્રી કરતી જોવા મળી છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ તે જોવા મળે છે. તે ખૂબ જ અનુભવી કોમેન્ટેટર છે પરંતુ તેમ છતાં તેણે બુમરાહ પર એવી ટિપ્પણી કરી હતી જેના માટે તેણે માફી માંગવી પડી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">