અમદાવાદ મનપામાં કચરા પર ગરમાઈ રાજનીતિ, વિપક્ષે કહ્યુ પીરાણામાં ખડકાયા છે કચરાના ગંજ, તો સત્તાપક્ષે કહ્યુ કચરાનો ડુંગર નાનો થયો એ ન દેખાયુ!

અમદાવાદનાં પીરાણામાં આવેલો કચરાનો ડુંગર ફરી એકવાર વિવાદમાં છે. અમદાવાદ મનપાના વિપક્ષનાં નેતાનો આક્ષેપ છે કે કચરાનો ઢગલો ઢેરનો ઢેર છે અને તેના કારણે પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. તો સત્તાપક્ષનો દાવો છે કે કચરાનો ડુંગર નાનો તો થયો છે. વાંકદેખા વિપક્ષને કચરો હટ્યો છે તે દેખાતું જ નથી.

Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Dec 15, 2024 | 7:47 PM

અમદાવાદના પીરાણામાં આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ મામલે ફરી એકવાર વિપક્ષે સત્તાપક્ષને ઘેર્યો છે..વિપક્ષે પીરાણામાં આવેલા કચરાનાં ડુંગરને મનપાના ગેરવહિવટ અને ભ્રષ્ટાચારનો ડુંગર ગણાવ્યો છે. પીરાણા ખાતે મુકાયેલ ટ્રોમિંગ મશીનમાં કચરો પ્રોસેસ કરવાના નામે ગોબાચારી થયાનો આક્ષેપ કર્યો છે. ડમ્પિંગ સાઇટ ઠેરની ઠેર હોવાથી હવા અને પાણીનું પ્રદુષણમાં પણ વધારો થયો છે. ડમ્પિંગ સાઇટ પાસેના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન ઝેર થઇ ગયાનો વિપક્ષનો આક્ષેપ છે. ડમ્પિંગ સાઇટ હટાવવાના નામે 4 વર્ષ માં 100 કરોડ ખર્ચાઈ ગયા. નવ મહિનામાં રૂ,15.74કરોડ જેટલી ધરખમ રકમ એ.એમ.સી.એ ચૂકવી છે. આ ટ્રોમિંગ મશીનનું આગામી ટેન્ડર પણ મોંધુ હોવાનો વિપક્ષના નેતા શહેઝાદ ખાનનો આરોપ છે.

ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો પર સ્થાયી સમિતિએ કાઢી ઝાટકણી

બીજી તરફ અમદાવાદ મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષે આ મામલે વિપક્ષની ઝાટકણી કાઢી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ 1980 થી એકઠા થયેલા કચરાને હટાવવાનો પ્રયાસ હાથ ધરાયો. કચરાના નિકાલ માટે પ્રતિ મેટ્રિક ટન રૂ. 500 ભાવ નક્કી કરાયો હતો. છતાં હાલ રૂ.300 પ્રતિ મેટ્રિક ટન ભાવે કામ અપાયું છે. 35થી 40 એજન્સી કાર્યરત છે તેને જેટલું કામ કર્યું હોય તેટલી રકમ ચુકવાય છે. ડમ્પિંગ સાઇટના કચરાને માટીમાં રૂપાંતરીત કરીને તેનો ઉપયોગ રિવરફ્રન્ટ અને ધોલેરા સાઇટ પર પણ થઇ રહ્યો છે. ડમ્પિંગ સાઇટના કચરામાંથી પ્રતિ કલાક 12 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાય છે. બીજી સાઇટ પર પ્લાન્ટ કાર્યરત થતા 2હજારથી 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે. હાલ પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી કચરો હટ્યો છે. કરોડો રૂપિયાની 45 એકર જમીન ખુલ્લી થઇ છે. પણ વાંકદેખા વિપક્ષને આ કંઇ દેખાતું નથી તેવો એ.એમ.સી.ની સ્ટેંન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીનો દાવો છે.

કચરાના નિકાલ માટે કરોડોનો ખર્ચ, પારદર્શિતાનો અભાવ

ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પિંગ સાઇટ અંગે હાઇકોર્ટે અગાઉ મ્યુનિ.કમિશનર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કલેકટરને નોટિસ ફટકારી હતી.કચરો હટાવવા કોઇ ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ટાંકીને નેશનલ ગ્રીન ટીબ્યુનલે એ.એમ.સી.ને પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે કચરાના ઢગલાંને એક વર્ષમાં દુર કરવાનો આદેશ આપ્યો હતો. અવારનવાર વિપક્ષ પીરાણા ડમ્પિંગ સાઇટ મામલે સત્તાપક્ષને ઘેરે છે. પરંતુ સત્તાપક્ષ દર વખતે ના મામા કરતા કાણો મામો સારો એ તર્જ પર થયેલા કામોને ટાંકે છે. ત્યારે અમદાવાદના શહેરીજનોને હજૂ પણ પીરાણાનાં પહાડનાં દર્શન થતાં રહેશે એટલું પાક્કું છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">