16 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે મહિલા પકડાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2024 | 10:02 AM

આજ 16 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે મહિલા પકડાઈ

LIVE NEWS & UPDATES

  • 16 Dec 2024 10:01 AM (IST)

    જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

    જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. સાત દીવસના પેરોલ મળતા, આરોપી ઘરે આવ્યો હતો. પેરોલ પૂર્ણ થતા ફરી જેલમા જવુ ના પડે તે માટે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક આરોપીનું નામ મીતુલ બારૈયા છે.

  • 16 Dec 2024 09:59 AM (IST)

    અમદાવાદના દાણીલીમડામાંથી SOG એ ઝડપ્યો ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો

    અમદાવાદ SOG પોલીસે ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. દાણીલીમડા ફિરદોસ મસ્જિદ પાસે મુસ્લિમ સોસાયટીમાંથી કફ સિરપની 101 બોટલ જપ્ત કરી છે. નાસિર મોહમદ હનીફ શેખના ઘરેથી મળી કફ શિરપની બોટલો મળી આવી છે. ઝડપાયેલ રૂપિયા 22 હજારની કફ સિરપની બોટલ સહિત કુલ 77 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  • 16 Dec 2024 09:43 AM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે મહિલા પકડાઈ

    અમદાવાદ એરપોર્ટ પર 50 લાખના સોના સાથે કેરિયર મહિલા પકડાઈ છે. એતિહાદ એરલાઈન્સમાં અમદાવાદ આવેલી મહિલા પાસેથી સોનું પકડાયું છે. એરપોર્ટ એર ઇન્ટેલીજન્સ યુનિટ દ્વારા કાર્યવાહી કરાઈ છે. મહિલા કેરિયર તરીકે કામ કરતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. મહિલા પાસેથી 18 અને 9 કેરેટના સોનાના દાગીના મળી આવ્યા હતા.

  • 16 Dec 2024 08:09 AM (IST)

    પાલનપુરમાં યુવતીએ વીડિયો વાયરલ કરીને કર્યો આપધાત

    બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા, મૃતક યુવતીએ વીડિયો વાયરલ કર્યો છે. આપઘાત અંગે વીડિયોમાં માફી માંગી છે. મૃતકના મોબાઈલમાથી કોઈ યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિંગ મળ્યા છે. પરિવારજનો એ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ રજૂઆત કરી છે. પોલીસ યુવતીનો મોબાઇલ કબજે લઈ પંચનામું કર્યું છે. તપાસના અંતે ફરિયાદ નોંધાશે.

  • 16 Dec 2024 08:06 AM (IST)

    ઊંઝા એપીએમસીની આજે ચૂંટણી, ભાજપના બે જૂથો આમને સામને

    ઊંઝા APMCની આજે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ આમને સામને છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો નોંધાયા છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો નોંધાયેલા છે. કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયેલા છે. આજે યોજાનાર ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે.

  • 16 Dec 2024 07:37 AM (IST)

    બહુચરાજી દેલપુરા ગામના 10 બાળકને ફૂડ પોઇઝનિંગ, મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ

    મહેસાણાના બહુચરાજી દેલપુરા ગામના 10 બાળકને ફૂડ પોઇઝનિંગની અસર થવા પામી છે. દેલપુરા પ્રાથમિક સ્કૂલ કમ્પાઉન્ડમાં અજાણ્યા વૃક્ષના ફળ ખાવાથી બાળકોને અસર થવા પામી હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઇઝનિંગની અસર પામેલા તમામ બાળકોને બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બહુચરાજી સિવિલના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર કરી મહેસાણા સિવિલ હોસ્પિટલ રીફર કરાયા છે. બાળકોના પરિવારજનોનો શાળા સ્ટાફ પ્રત્યે રોષની લાગણી છે. આ પ્રકારના તમામ વૃક્ષો શાળા સંકુલમાંથી હટાવી દેવા કરાશે રજૂઆત.

  • 16 Dec 2024 07:24 AM (IST)

    રાજ્યસભામાં આજથી બંધારણ પર ચર્ચા શરૂ થશે

    રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાજપ તરફથી ચર્ચાની શરૂઆત કરશે. બીજી તરફ કોંગ્રેસ વતી મલ્લિકાર્જુન ખડગે પોતાના વિચારો રજૂ કરશે.

રાજ્યસભામાં આજે બંધારણ પર ચર્ચા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાજપ તરફથી ચર્ચાની શરૂઆત કરશે. બીજી તરફ કોંગ્રેસ વતી મલ્લિકાર્જુન ખડગે પોતાના વિચારો રજૂ કરશે. વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 16મી ડિસેમ્બરે પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોમાં ટ્રેક્ટર માર્ચ અને 18મી ડિસેમ્બરે પંજાબમાં ‘રેલ રોકો’ આંદોલન કરવાની જાહેરાત કરી છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને બંને નેતાઓ વચ્ચે વ્યાપક ચર્ચા પણ થશે. ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ફરી એકવાર પારો ગગડ્યો છે. યુપીમાં વિધાનસભા સત્ર શરૂ થશે. વાંચો આજના મહત્વના સમાચારો સંબંધિત મોટા અપડેટ્સ.

Published On - Dec 16,2024 7:24 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">