Ind vs Aus: ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચોની T20 સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. ન્યુઝીલેન્ડે વર્ષ 2018માં 243 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચોની T20 સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 235 રનનો સ્કોર બનાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. ન્યુઝીલેન્ડે વર્ષ 2018માં 243 રન બનાવ્યા હતા. તો ભારતે બીજી T20 મેચમાં 235 રન બનાવી બીજો સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં ભારતીય ટીમે 235 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રનનો રેકોર્ડ બની ગયો છે.

ભારતીય ટીમનો કોઈપણ ટીમ સામે T20માં સૌથી વધુ રનનો રેકોર્ડ 260 રન છે. જે 2017માં શ્રીલંકા સામે ઈન્દોરના સ્ટેડિયમમાં બનાવ્યો હતો.

બીજો અને ત્રીજો સૌથી વધુ રનનો રેકોર્ડ અનુક્રમે 244 અને 240 છે, જે વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.

ચોથો સૌથી મોટો સ્કોર સાઉથ આફ્રિકા સામે 237 રનનો છે, જે 2022માં બનાવ્યો હતો. તો પાંચમો સૌથી વધુ રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં 235 રનનો નોંધાયો છે.

કોઈપણ ટીમના સૌથી વધુ રનના રેકોર્ડની વાત કરીએ તો, આ રેકોર્ડ નેપાળની ટીમના નામે છે. નેપાળે 2023માં મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા.

બીજા નંબરે અફઘાનિસ્તાન છે. જેણે આયર્લેન્ડ સામે 2019માં 278 રન બનાવ્યા હતા. તો ત્રીજા સૌથી વધુ રનના રકોર્ડની વાત કરીએ તો, તે ચેક રિપબ્લિકનના નામે છે. આ ટીમે 2019માં જ ટર્કી સામે 278 રન બનાવ્યા હતા. (Image - PTI)
