ICC Ranking : વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બન્યો વિશ્વનો નંબર 1 બોલર
ટીમ ઈન્ડિયાના સ્પિનર વરુણ ચક્રવર્તીને એશિયા કપ દરમિયાન જ એક મોટા સારા સમાચાર મળ્યા. વરુણ ચક્રવર્તી વિશ્વનો નંબર 1 T20 બોલર બન્યો છે. વરુણ ચક્રવર્તી T20 બોલરોની રેન્કિંગમાં નંબર 1 બનનાર ફક્ત ત્રીજો ભારતીય ખેલાડી છે.

લેટેસ્ટ ICC T20I રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્પિનર વરુણ ચક્રવર્તી નંબર 1 બોલર બન્યો છે.

733 પોઈન્ટ સાથે વરુણ ચક્રવર્તી બોલરોના રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે.

T20માં નંબર 1 રેન્કિંગ હાંસલ કરનાર તે ફક્ત ત્રીજો ભારતીય છે. તેની પહેલા બુમરાહ અને રવિ બિશ્નોઈ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

વરુણ ચક્રવર્તી T20 ક્રિકેટમાં નંબર 1 રેન્કિંગ પર પહોંચનાર તમિલનાડુનો પ્રથમ ખેલાડી છે. ચક્રવર્તીએ 2021માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

વરુણ ચક્રવર્તીએ 20 T20 મેચમાં 35 વિકેટ લીધી છે. તેણે બે વાર પાંચ વિકેટ લીધી છે. T20 ક્રિકેટમાં તેનો ઈકોનોમી રેટ ફક્ત 6.83 છે.

વરુણ ચક્રવર્તી એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો છે. તેણે બે મેચમાં બે જ વિકેટ લીધી છે, પરંતુ તેનો ઈકોનોમી રેટ ખૂબ જ સારો રહ્યો છે.

મહત્વની વાત એ છે કે તે પાવરપ્લેથી લઈને ડેથ ઓવર સુધી બોલિંગ કરી શકે છે. દુબઈ અને અબુ ધાબીની સ્પિન-ફ્રેન્ડલી પિચો પર વરુણ તબાહી મચાવી શકે છે. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સુપર 4 માં પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
