Ravindra Jadeja : વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો તે ઉંમરે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન કેવી રીતે બન્યો?
ભારતે વેસ્ટ ઈન્ડીઝ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. મોટા સમાચાર એ છે કે રવિન્દ્ર જાડેજાને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે, આ ઓલરાઉન્ડર 36 વર્ષની ઉંમરે વાઈસ-કેપ્ટન કેવી રીતે બન્યો?

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. ટીમ ઈન્ડિયાએ પાંચ ખેલાડીઓને પડતા મૂક્યા, જ્યારે મોટા સમાચાર એ છે કે આ શ્રેણી માટે એક નવા વાઈસ-કેપ્ટનની પસંદગી કરવામાં આવી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે.

રવિન્દ્ર જાડેજાની વાઈસ-કેપ્ટન તરીકે નિમણૂક ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે રિષભ પંત ઈંગ્લેન્ડ શ્રેણીમાં વાઈસ-કેપ્ટન હતો અને ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી.

કેએલ રાહુલ ઈંગ્લેન્ડમાં પાંચમી ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન હતો, અને હવે તેને ભારતની ઘરઆંગણાની શ્રેણીમાં આ જવાબદારી સોંપવામાં આવી નથી. પ્રશ્ન એ છે કે વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીનો જે ઉંમરે અંત આવ્યો તે ઉંમરે જાડેજા વાઈસ-કેપ્ટન કેવી રીતે બન્યો ?

રવિન્દ્ર જાડેજા 36 વર્ષનો છે. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી આ ઉંમરે સમાપ્ત થઈ ગઈ, પણ જાડેજા આ ઉંમરે વાઈસ કેપ્ટન બન્યો. આ કેવી રીતે બન્યું ? ભારતીય ટીમના પસંદગીકારોએ જાડેજામાં શું જોયું ?

રવિન્દ્ર જાડેજાના પ્રમોશનનું સાચું કારણ ઈંગ્લેન્ડ તેનું શાનદાર પ્રદર્શન છે. જાડેજાએ ઈંગ્લેન્ડમાં 86 ની સરેરાશથી 516 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી. જાડેજાએ સાત વિકેટ પણ લીધી હતી.

રવિન્દ્ર જાડેજા ભારતીય પીચ પર બેટ અને બોલ બંનેથી મેચ જીતાડી શકે છે . જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર છે. આ જ કારણ છે કે, તેના પ્રદર્શન અને અનુભવને જોતાં, આ જવાબદારી તેને સોંપવામાં આવી છે. (All Photo Credit : PTI / GETTY)
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બન્યો ભારતનો વાઈસ કેપ્ટન. રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
