IPL 2024: આખરે આ રીતે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે? જાણો
ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશેની તમામ અટકળો વ્યર્થ ગઈ છે. ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2024 માટે તેમના કેપ્ટન હાર્દિકને રિટેન કર્યો છે. પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મુંબઈની ટીમ હાર્દિકને ટ્રેડ કરશે. પરંતુ હજુ પણ આ પરિસ્થિતિ બનશે તો આવું થઈ શકશે.

હાર્દિક પંડ્યા જીટીના રિટેન્શન લિસ્ટને લઈને ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યો છે. નાગરાજ ગોલ્લાપુડી માને છે કે ઓક્શન હજુ પણ પછી થઈ શકે છે. ઓક્શન વિન્ડો હજુ પણ ખુલ્લી છે.

નાગરાજ ગોલ્લાપુડીના મતે "હાર્દિકનો ઓક્શન હજી પણ થઈ શકે છે, પરંતુ તે ખેલાડી-ખેલાડીની અદલાબદલી હશે." "હજી તેના માટે જગ્યા છે. હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાવાના સમાચારનો અંત હજુ સુધી આવ્યો નથી."

જો હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ તો, બંને ટીમનો કોઈ પ્લેયર સ્વેપ થાય અથવા ટ્રેડ થાય. આવું થાય તો રોહિત શર્માની કેપ્ટનશિપમાં તેને રમવું પડે. હાર્દિક પંડ્યા 2022ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો હતો અને ત્યાર બાદ તેને પ્રથમ પ્રયાસમાં જ ટીમને ટાઈટલ જીતાડવામાં નેતૃત્વ કર્યું હતું. ટીમ 2023માં પણ ફાઈનલમાં પહોંચી હતી.

ગુજરાત ટાઈટન્સે રિટેન કરેલા પ્લેયર્સમાં ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્માનો સમાવેશ થાય છે.

ગુજરાત ટાઈટન્સે રિલીઝ કરેલા પ્લેયર્સમાં યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકાનો સમાવેશ થાય છે.