ઓન ફીલ્ડર DRS લે છે ત્યારે જે ‘બિગ બોસ’ જેવો વોઈસ આવે છે, તે કોનો હોય છે? જાણો
ડીઆરએસના નિયમો શું છે? ક્રિકેટમાં ટીમ કેટલા ડીઆરએસ લઈ શકે છે. ડિસિઝન રિવ્યુ સિસ્ટમ માટે કઈ તકનીકોનો ઉપયોગ થાય છે? જ્યારે કોઈ ઓન ફિલ્ડ પ્લેયર ડીઆરએસ લે છે તો જ્યારે ડીઆરએસમાં 'બિગ બોસ' જેવો અનસીન વ્યક્તિનો જે વોઈસ આવે છે, તો કોણ હોય છે? જાણો.

ક્રિકેટમાં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ) 2008 માં રજૂ કરવામાં આવી હતી. ઓન-ફીલ્ડ અમ્પાયર નક્કી કરે છે કે બોલિંગ સાઈડની અપીલ આઉટ છે કે નહીં. જો બેટ્સમેન અથવા ફિલ્ડિંગ ટીમને લાગે છે કે નિર્ણય ખોટો છે, તો તેઓ ડીઆરએસનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ડીઆરએસની વિનંતી કરવા માટે, પડકારરૂપ ટીમ પાસે મેદાન પરના એમ્પાયરના નિર્ણય પછી નિર્ણય લેવા માટે 15 સેકન્ડનો સમય છે. આ ડિસિઝન ટીમનો કેપ્ટન લઈ શકે છે. ત્રીજા અમ્પાયરે ટીવી રિપ્લેની સમીક્ષા કરવી જોઈએ, તે દર્શાવવા માટે ટીમો "T" ચિહ્નનો ઉપયોગ કરે છે.

આ પછી વીડિયો રિપ્લે અને બોલ ટ્રેકર, હોકી, હોટ સ્પોટ, પિચ મેપિંગ જેવી ટેક્નોલોજીની મદદથી નિર્ણયની સમીક્ષા કરવામાં આવે છે. થર્ડ અમ્પાયર ઘટનાની તપાસ માટે સ્લો-મોશન કેમેરા, ઈન્ફ્રા-રેડ કેમેરા, એજ ડિટેક્શન અને બોલ ટ્રેકિંગનો ઉપયોગ કરે છે.

વનડે અને ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાં દરેક ટીમને એક દાવ દીઠ બે રિવ્યુ હોય છે. આ રિવ્યુ પાછળ લીધા બાદ તેને થર્ડ એમ્પાયર વોઈસ હોય છે. જે થર્ડ એમ્પાયર ડિસિઝન લે છે અને ડિસપ્લે પર જણાવે છે અને તેનો વોઈસ દર્શકોને સંભાળવા મળે છે.

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી મેચમાં પહેલી ઓવરના છેલ્લા બોલ પર રિવ્યુ લેવામાં આવ્યો હતો. આ રિવ્યુ ઓસ્ટ્રેલિયા માટે નિષ્ફળ સાબિત થયો હતો. જો પ્લેયર રિવ્યુ લે તો તેનું ડિસિઝન થર્ડ એમ્પાયર લે છે. આ મેચમાં વિરેન્દ્ર શર્મા થર્ડ એમ્પાયર છે. ડીઆરએસ માટે ત્રણ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ તકનીકમાં હોક આઈ ટેકનિક, હોટ-સ્પોટ ટેકનોલોજી અને અલ્ટ્રાએજ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
