થપ્પડકાંડથી સ્પોટ ફિક્સિંગ સુધી… આ 5 મોટા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો શ્રીસંત
લિજેન્ડ્સ લીગમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતા આ બોલરે એલિમિનેટર મેચમાં ઈન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર સાથે મેદાન પર દલીલ કરી હતી. જો કે, બાદમાં શ્રીસંતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે આ વિવાદમાં તેની ભૂલ નથી. ચાલો જાણીએ ક્રિકેટમાં શ્રીસંતના કયા 5 મોટા વિવાદો છે.

શ્રીસંત લિજેન્ડ્સ લીગમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. ગૌતમ ગંભીર આ જ લીગમાં ઈન્ડિયા કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બુધવારે બંને ખેલાડીઓ મેદાન પર આમને-સામને આવ્યા હતા. જોકે બાદમાં મામલો શાંત પડ્યો હતો.

વર્ષ 2006માં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. ત્યારબાદ શ્રીસંતે ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર આન્દ્રે નેલના બોલ પર શાનદાર શોટ રમ્યો હતો. બોલ 6 રનમાં બાઉન્ડ્રી લાઈન ઓળંગી ગયો હતો. આ પછી શ્રીસંતે પીચ પર જ બેટ સ્વિંગ કરીને ડાન્સ કરવાનું શરૂ કર્યું. સિક્સર ફટકાર્યા બાદ તે આન્દ્રે નેલ તરફ જોતો જોવા મળ્યો હતો.

25 એપ્રિલ 2008ના રોજ, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે વિજય નોંધાવવામાં સફળ રહી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તત્કાલીન કેપ્ટન હરભજન સિંહે લાઈવ મેચમાં શ્રીસંતને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. પ્રેઝન્ટેશન સેરેમની પહેલા તેનો વીડિયો ટીવી પર વારંવાર બતાવવામાં આવ્યો હતો. જો કે, શ્રીસંતે પાછળથી કહ્યું કે તેણે હરભજન વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી કારણ કે તે ભજ્જીને મોટા ભાઈની જેમ માને છે.

શાંતાકુમારન શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે થપ્પડની ઘટના બાદ ભજ્જીને ટૂર્નામેન્ટની બાકીની મેચોમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ આ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેણે ભજ્જી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો.

IPLની છઠ્ઠી સિઝનમાં શાંતાકુમારન શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. આ પછી BCCIએ તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. શ્રીસંતની સાથે રાજસ્થાન રોયલ્સના સ્પિનર અજીત ચંદિલા અને અંકિત ચવ્હાણનું નામ પણ તેમાં જોવા મળ્યું હતું. તેને થોડા દિવસ કસ્ટડીમાં પણ રહેવું પડ્યું હતું