Knowledge: ક્રિકેટમાં ‘રિટાયર્ડ હર્ટ’ તો સાંભળ્યું છે પણ આ ‘રિટાયર્ડ આઉટ’ એટલે શું?
Retired Out: ક્રિકેટ સાથે અનેક રોચક તથ્યો જોડાયેલા હોય છે. હાલમાં આઈપીએલમાં રિટાયર્ડ આઉટ શબ્દ ટ્રેન્ડમાં આવ્યો છે. ચાલો જાણીએ રિટાયર્ડ આઉટ અને રિટાયર્ડ આઉટ વચ્ચેનો તફાવત.

આઈપીએલ 2023 હાલમાં નિર્ણાયક અને અંતિમ તબક્કામાં છે. પ્લેઓફની રેસમાં બની રહેવા માટે 5 ટીમો વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં આઈપીએલમાં રિટાયર્ડ આઉટ શબ્દ ટ્રેન્ડમાં આવ્યો છે. ચાલો જાણીએ રિટાયર્ડ આઉટ અને રિટાયર્ડ હર્ટ વચ્ચેનો તફાવત.

હાલમાં ધર્મશાળામાં રમાયેલી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચમાં દિલ્હીની 15 રનથી જીત થઈ હતી. આ મેચમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. પંજાબના ખેલાડી અથર્વ તાઈડેએ પોતાની જાતને રિટાયર્ડ આઉટ કર્યો હતો. તે મોટા શોર્ટ ના રમી શકતા પોતાની જાતે જ આઉટ થયો હતો.

રિટાયર્ડ આઉટ એટલે શું ? - આઈસીસીના નિયમ અનુસાર, કોઈ ખેલાડી અમ્પાયરની મંજૂરી વગર ડગઆઉટમાં પાછો જતો રહે તો તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. બેટસમેનને કોઈ આઉટ કરતું નથી, પણ તે પોતે મેદાન છોડે છે.

રિટાયર્ડ હર્ટ એટલે શું ? - રિટાયર્ડ હર્ટમાં ઈજાને કારણે ખેલાડી રમતમાં રહી શકતો નથી. ઈજામાંથી રાહત મળ્યા બાદ તે ફરી રમત માટે આવી શકે છે.

રિટાયર્ડ આઉટમાં ખેલાડી ફરી રમતમાં આવી શકતો નથી. આઈપીએલ ઈતિહાસમાં અશ્વિન રિટાયર્ડ આઉટ થનાર પહેલો ખેલાડી બન્યો હતો.