Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર

રવિવાર 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને આ ચિંતાજનક સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અચાનક થયો બીમાર થઈ ગયો છે, જેના કારણે હવે પાકિસ્તાન સામેની મેચના દિવસે ટીમ ઈન્ડિયા પાસે ફક્ત એક જ વિકેટકીપર હશે.

| Updated on: Feb 22, 2025 | 7:26 PM
રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં સૌથી મોટી ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાને એક ખરાબ સમાચાર મળ્યા છે.

1 / 6
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત મેચના એક દિવસ પહેલા બીમાર પડી ગયો છે. પંતની બીમારીએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે, કારણ કે હવે ટીમ ઈન્ડિયાની પાસે કેએલ રાહુલના રૂપમાં ફક્ત એક જ વિકેટકીપર છે.

2 / 6
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગિલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે યોજાનારી મોટી મેચના એક દિવસ પહેલા પંત વિશે આ માહિતી આપી હતી. 22 ફેબ્રુઆરી, શનિવારના રોજ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન પછી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે ખુલાસો કર્યો કે પંત અચાનક બીમાર પડી ગયો હતો, જેના કારણે તે આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નહીં. ભારતીય વાઈસ કેપ્ટને કહ્યું કે પંત વાયરલ તાવથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેને આ પ્રેક્ટિસ સત્રમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

3 / 6
હવે બધાની નજર તેના પર છે કે રવિવારની મેચ પહેલા પંત ફિટ થઈ શકશે કે નહીં. જોકે, પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવન પર કોઈ અસર કરશે નહીં, કારણ કે આ મેચમાં પણ તેના માટે રમવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ માટે કેએલ રાહુલને પોતાના પહેલા વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કર્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ રાહુલ જ ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર હતો. આવી સ્થિતિમાં પંતને બીજી મેચમાં પણ સ્થાન મળવાનું નહોતું.

4 / 6
આમ છતાં પંતનું બીમાર પડવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે જો મેચ પહેલા અથવા દરમિયાન રાહુલને કંઈક થાય અને પંત પણ ફિટ ન રહે, તો ટીમ ઈન્ડિયાને વિકેટકીપર પસંદ કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે. આ બે સિવાય ભારતીય ટીમમાં ત્રીજો મુખ્ય વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આશા રાખશે કે રાહુલ સંપૂર્ણપણે ફિટ રહે, સાથે જ પંત ​​પણ શક્ય તેટલી વહેલી તકે તાવમાંથી સ્વસ્થ થઈ જાય.

5 / 6
મેચની વાત કરીએ તો, 2023ના વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી ટક્કર છે, જ્યારે એશિયા કપ 2018 પછી તેઓ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહેલી વાર આ ફોર્મેટમાં ટકરાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં બે મેચ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ બંને મેચ જીતી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા હેટ્રિક પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર રિષભ પંત સાથે જોડાયેલ તમામ ન્યૂઝ વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">