પ્રથમ વખત મહિલા અંડર-19 વર્લ્ડ કપ યોજાયો અને તેનું ટાઈટલ સીધું ભારતના હાથમાં આવ્યું, જેની કેપ્ટન શેફાલી વર્મા હતી.
જે તક અત્યાર સુધી માત્ર છોકરાઓને જ મળતી હતી તે પહેલીવાર છોકરીઓને આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી ભારતના છોકરાઓ ફેમસ હતા, હવે તેમાં ભારતની છોકરીઓનું નામ પણ જોડાઈ ગયું છે. શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ભારતે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ શેફાલીનું નામ ભારતના સ્પેશિયલ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનની યાદીમાં જોડાઈ ગયું છે.
1 / 5
આ પછી ભારતે 8 વર્ષ સુધી રાહ જોવી પડી. 2008માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને બીજી વખત આ ખિતાબ જીત્યો હતો.
2 / 5
ટૂંક સમયમાં ત્રીજું ટાઈટલ ભારતના ખાતામાં આવ્યું હતુ. 2012માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ફરી ચેમ્પિયન બની હતી.
3 / 5
2016માં ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી, પરંતુ 2018માં તેણે આ ખામીને પૂરી કરી હતી. પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ભારતે ચોથી વખત આ ખિતાબ જીત્યો.
4 / 5
2020માં ફરી એકવાર ટીમ ઈન્ડિયા ફાઇનલમાં હારી ગઈ પરંતુ 2022માં તેણે ટ્રોફી પર કબજો કર્યો. આ ભારતનો રેકોર્ડ પાંચમો ખિતાબ હતો અને કેપ્ટન યશ ધુલ હતો.