AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 2008 થી 2025 સુધીના પર્પલ કેપ વિજેતાઓની યાદી, પાકિસ્તાની ખેલાડી પણ જીતી ચૂક્યો છે આ એવોર્ડ

T20 ફોર્મેટ બેટ્સમેનોને અનુકૂળ માનવામાં આવે છે, જેમાં બોલરો સામે અનેક પડકારો હોય છે. IPLમાં પણ આ જોવા મળે છે, પરંતુ હવે એ સ્પષ્ટ છે કે આ ફોર્મેટમાં પણ જીત મેળવવા માટે તમારી પાસે એક મજબૂત બોલિંગ યુનિટ હોવું જરૂરી છે. IPLમાં પર્પલ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે, જેના નામે સૌથી વધુ વિકેટ હોય છે. ટૂર્નામેન્ટ દરમિયાન આ કેપ અલગ-અલગ ખેલાડીઓ પાસે જાય છે, પરંતુ ટૂર્નામેન્ટના અંતે જે બોલરના નામે સૌથી વધુ વિકેટ હોય, તેને આ એવોર્ડથી નવાજવામાં આવે છે.

| Updated on: Mar 26, 2026 | 6:23 PM
Share
પાકિસ્તાનના બોલર સોહેલ તનવીરે (RR) IPLની પ્રથમ સિઝન (2008) માં પર્પલ કેપનો ખિતાબ જીત્યો હતો. તે સિઝનમાં તનવીરે માત્ર 11 મેચોમાં કુલ 22 વિકેટ ઝડપી હતી.  ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ IPLમાં પાકિસ્તાની ખેલાડીઓના રમવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

1 / 7
2009 માં આરપી  સિંહ (DCH) 23 વિકેટ, તે પછીની સિઝનમાં 2010 માં પ્રજ્ઞાન ઓઝા (DC)  21 અને 2011 માં શ્રીલંકાના બોલર લસિથ મલિંગાએ (MI)  28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.

2 / 7
2012 માં  સાઉથ આફ્રિકન બોલર મોર્ને મોર્કેલે (DD) 25 અને 2013 ની સિઝનમાં ડવેન બ્રાવોએ (CSK) 32 વિકેટ લઈને પર્પલ કેપ તેના નામે કરી. તે પછીની સિઝન એટલે કે 2014માં મોહિત શર્માએ (CSK) 23 વિકેટ સાથે પર્પલ કેપ જીતી હાતી.  2015માં ફરી એક વાર ડવેન બ્રાવોએ (CSK) 26 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી.

3 / 7
2016 અને 2017 માં એમ સતત બે સિઝનમાં SRH તરફથી રમતા ભુવનેશ્વર કુમારે 23 અને 26 વિકેટ લઈને પર્પલ કેપ એવોર્ડ જીત્યો હતો.

4 / 7
2018, 2019 અને 2020માં અનુક્રમે એંડ્રૂ ટાઈએ (KXIP) 24, ઈમરાન તાહિરે (CSK) 26 અને કગીસો રબાડાએ 30 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી હતી.

5 / 7
2021માં હર્ષલ પટેલે (RCB) 32 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી, તેના પછીના સિઝન 2022 માં યુજવેન્દ્ર ચહલે (RR) 27 અને 2023 માં મોહમ્મદ શમી (GT) એ 28 વિકેટ લઈને પર્પલ કેપ તેમના નામે કરી હતી.

6 / 7
2024માં ફરી એક વાર હર્ષલ પટેલે (PBKS) 24 વિકેટ અને 2025 માં પ્રસિદ્ધ ક્રિષ્ના (GT) એ 25 વિકેટ લઈને પર્પલ કેપ એવોર્ડ જીત્યો હતો. (PC:X/IPL)

7 / 7

Breaking News: વૈભવ સૂર્યવંશી પોતાનો જન્મદિવસ ક્યાં ઉજવશે? 15 વર્ષમાં બીજી વખત આવું થશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">