AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ડોલરના દબદબા વચ્ચે મોટું પગલું! ભારત અને રશિયા 2030 સુધીમાં કરશે $100 Billion નો કારોબાર

ભારત અને રશિયાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર અને રોકાણ 50 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. રશિયામાં કુશળ ભારતીય કામદારોની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂકાયો છે.

Breaking: ડોલરના દબદબા વચ્ચે મોટું પગલું! ભારત અને રશિયા 2030 સુધીમાં કરશે $100 Billion નો કારોબાર
| Updated on: Oct 24, 2026 | 9:55 PM
Share

ભારત અને રશિયાની મિત્રતા કોઈનાથી છૂપી નથી. બંને દેશો પોતાના દ્વિપક્ષીય વેપાર (બાયલેટરલ ટ્રેડ) ને વિસ્તારવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં પોતાના વેપારને 100 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ દ્વિપક્ષીય રોકાણને પણ 50 બિલિયન ડોલર સુધી વધારવા પર વિચાર કરી રહ્યા છે. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું અને પશ્ચિમી દેશોએ મોસ્કો પર પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારથી ભારત અને રશિયા વચ્ચેના કારોબારમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની આયાતમાં ભારે ઉછાળો આવ્યો છે. આવો તમને જણાવીએ કે આ બાબતે કયા તાજા અપડેટ સામે આવ્યા છે.

100 બિલિયન ડોલરનો વેપાર

ભારતીય રાજદૂત વિનય કુમારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતપોતાની સરકારોને દ્વિપક્ષીય સહયોગ વધુ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે ભારત અને રશિયાનું લક્ષ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને 100 અબજ ડોલર કરવાનું છે. રશિયન ન્યૂઝ એજન્સી TASS ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતીય રાજદૂત કુમારે કહ્યું કે બંને નેતાઓએ 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલન સિવાય દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.

50 અબજ ડોલરનું રોકાણ

તેમણે શનિવારે પ્રકાશિત આ ઈન્ટરવ્યૂમાં TASS ને જણાવ્યું કે બંને નેતાઓએ સંબંધિત મંત્રાલયો અને એજન્સીઓને વેપાર અને વાણિજ્ય સહિત પરસ્પર સહયોગને વધુ વિકસિત કરવા માટે આદેશ આપ્યો છે. કુમારે ઉમેર્યું કે ભારત અને રશિયા 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર અને દ્વિપક્ષીય રોકાણને 50 અબજ ડોલર સુધી પહોંચાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.

કુશળ કામદારોની સપ્લાય

શ્રમ સહયોગ અંગે તેમણે જણાવ્યું કે ભારતનું લક્ષ્ય રશિયાની જરૂરિયાતો અનુસાર ત્યાં કુશળ કામદારો (સ્કિલ્ડ વર્કર્સ) પૂરા પાડવાનું છે. તેમણે કહ્યું કે વિદેશી કામદારો માટે રશિયાના ક્વોટામાં ભારતીયોનો હિસ્સો લગભગ 25 થી 30 ટકા જેટલો છે. કુમારે ઉલ્લેખ કર્યો કે આશરે 1.5 અબજની વસ્તી ધરાવતો ભારત દેશ કુશળ માનવબળ માટે વૈશ્વિક કેન્દ્ર (ગ્લોબલ હબ) બનવા માટે સજ્જ છે. તેમણે એ પણ નોંધ્યું કે ભારતના વર્કફોર્સની સરેરાશ વય 29 વર્ષ છે અને કામકાજી વસ્તી કુલ વસ્તીનો લગભગ 69 ટકા હિસ્સો ધરાવે છે.

શરીરમાં વિટામિન D ની ઉણપથી દેખાય છે આ લક્ષણો, જાણો કઈ રીતે કરવી ઓળખ

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">