Breaking News : ફોનમાંથી SIM કાઢશો તો WhatsApp અને Telegram થશે બંધ ! 1 જાન્યુઆરીથી લાગુ કરી શકે છે નવો SIM Binding નિયમ
1 જાન્યુઆરી, 2027થી WhatsApp વાપરનારાઓ માટે SIM કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થઈ શકે છે. આ નિયમ મુજબ ફોનમાં WhatsApp સાથે રજિસ્ટર કરેલ SIM કાર્ડ રાખવું જરૂરી થઈ શકે છે. જાણો આ નિયમનો હેતુ શું છે ? કયા વપરાશકર્તાઓ પર તેની અસર પડી શકે છે ? અને WhatsApp ચાલુ રાખવા માટે શું કરવું પડશે ?

જો તમે WhatsApp નો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. 1 જાન્યુઆરી, 2027 થી WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવાની રીતમાં ફેરફાર આવી શકે છે. સરકારના નવા SIM Binding નિયમ હેઠળ યુઝર્સે પોતાના એકાઉન્ટ સાથે જોડાયેલું રજિસ્ટર્ડ SIM કાર્ડ ફોનમાં રાખવું પડી શકે છે. કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે 31 ડિસેમ્બર, 2026 સુધીનો સમય મળ્યો છે. (Image Source | iStock)

હાલમાં WhatsApp પર એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબર પર OTP આવે છે. OTP દાખલ કરીને વેરિફિકેશન પૂરી થયા પછી યુઝર્સ SIM કાર્ડ કાઢી નાખે તો પણ WhatsApp નો ઉપયોગ કરી શકે છે. એટલું જ નહીં, ઘણા લોકો SIM કાર્ડ વગરનાં ડિવાઇસમાં પણ Wi-Fi ની મદદથી WhatsApp ચલાવે છે. (Image Source | iStock)

પણ નવા નિયમ મુજબ, મેસેજિંગ એપને એ SIM કાર્ડ સાથે જ જોડાયેલું રાખવું પડશે. જેમાં યૂઝરનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ છે. એટલે જો તમે ફોનમાંથી રજિસ્ટર્ડ SIM કાર્ડ કાઢી નાખો, તો WhatsApp ચલાવવા માં મુશ્કેલી આવી શકે છે. (Image Source | iStock)

આ નિયમ લાગુ કરવાનો સરકારનો ઉદ્દેશ ઓનલાઇન છેતરપિંડી અને નકલી એકાઉન્ટ્સ પર કાબુ મેળવવો છે. ઘણી વખત સાયબર ઠગ ભારતીય મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને લોકોને ફેક કોલ કરે છે. તેઓ મેસેજ પણ મોકલે છે. (Image Source | iStock)

SIM કાર્ડ કાઢી નાખ્યા પછી અથવા બંધ થઈ ગયા પછી પણ મેસેજિંગ એકાઉન્ટ ચાલુ રહે છે. આવા કેસની તપાસ કરવામાં મુશ્કેલી પડે છે. સરકાર ઈચ્છે છે કે મેસેજિંગ એપ્સ પરના એકાઉન્ટનું જોડાણ સક્રિય SIM કાર્ડ સાથે જળવાઈ રહે. આથી મોબાઇલ નંબરનો દુરુપયોગ રોકવામાં અને સાયબર ગુનેગારોને શોધવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

આ નિયમનો ખાસ અસર SIM વિના Wi-Fi પર WhatsApp વાપરતા યુઝર્સ પર પડી શકે છે. એક જ WhatsApp એકાઉન્ટને જુદા-જુદા ડિવાઇસમાં ચલાવતા લોકોને પણ કેટલાક ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. તેનો અર્થ એ નથી કે દરેક ફોનમાં WhatsApp બંધ થઈ જશે. તેની અસર ફોનના મોડેલ કરતાં રજિસ્ટર્ડ SIM કાર્ડ ઉપલબ્ધ છે કે નહીં અને એપના નિયમોનું પાલન થાય છે કે નહીં તેના પર વધુ આધાર રાખશે. (Image Source | iStock)

હાલમાં યુઝર્સે ગભરાવાની જરૂર નથી. તમારા WhatsApp એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબરનું SIM કાર્ડ સક્રિય રાખો. આ અંગેના સત્તાવાર અપડેટ્સ પર નજર રાખો. સરકારે કંપનીઓને આ નિયમ લાગુ કરવા માટે 31 ડિસેમ્બર, 2026 સુધીનો સમય આપ્યો છે. તેથી 1 જાન્યુઆરીથી દરેક ફોનમાં WhatsApp બંધ થઈ જશે એવો દાવો યોગ્ય નથી. (Image Source | iStock)

નોંધ: નિયમના અમલ અને તેની ચોક્કસ શરતો અંગેના સત્તાવાર અપડેટ્સ મળ્યા પછી જ અંતિમ માહિતી પર ભરોસો રાખવો. (Image Source | iStock)
આ પણ વાંચો, Mobile Tips: શું 0 થી 100% ચાર્જ કરવાની આદત તમારા ફોનને કરી રહી છે નબળો? જાણી લો 20-80 નો નવો નિયમ
