AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે, તંત્રની સાવચેતી રાખવા અપીલ

Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે, તંત્રની સાવચેતી રાખવા અપીલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2026 | 9:39 PM
Share

અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલી વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર મળી શક્યું નથી,

અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલી વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર મળી શક્યું નથી, જેથી વોટર ટ્રીટમેન્ટ અને પમ્પિંગ કામગીરી પર સીધી અસર પડી છે.

આ ટેકનિકલ ખામીના પગલે શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ કુલ 5 મુખ્ય ઝોનમાં પાણી સપ્લાયમાં મોટો ઘટાડો થઈ શકે છે. શહેરના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી કે મર્યાદિત સમય માટે પાણી મળશે. નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ કરી તેનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

Diwali Business: માત્ર ₹10,000 થી શરૂ કરો મીણબત્તી બનાવવાનો વેપાર, દિવાળી પર થશે બમ્પર કમાણી

Published on: Oct 24, 2026 09:38 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">