AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ખાનગી બસ સંચાલકોની મનમાની, દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે શરૂ કરી ઉઘાડી લૂંટ

સુરતમાં ખાનગી બસ સંચાલકોની મનમાની, દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે શરૂ કરી ઉઘાડી લૂંટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2026 | 9:09 PM
Share

સુરતમાં ખાનગી બસ સંચાલકોએ વતન જવા માગતા મુસાફરોની ગરજનો ફાયદો ઉઠાવી ઉઘાડી લૂંટ શરૂ કરી છે. બસ સંચાલકોએ બસ ભાડામાં સીધો 4 ગણો વધારી કરી દીધો છે. સામાન્ય દિવસોમાં જે ભાડુ રૂ.600 હોય તે વધારીને સીધુ 1500 અને 2000 કરી દીધુ છે.

ડ્રીમસિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં લાખો લોકો બહારથી આવીને વસ્યા છે. હવે દિવાળી જેવા મોટા તહેવારમાં આ લોકો પોતાના વતનની વાટ પકડે છે. ખાસ કરીને હિરા ઉદ્યોગમાં દિવાળીનું લાંબુ વેકેશન રહેતુ હોવાથી મોટાભાગના રત્નકલાકારો વતનની વાટ પકડે છે. આવા સમયે ખાનગી બસ ચાલકોએ આ રત્નકલાકારોની ગરજનો લાભ લેતા બસ ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. રૂ. 600 થી સીધા વધારીને 1500 થી 2000 ભાડુ કરી દેવાયુ છે. આટલેથી ન અટક્તા મુસાફરોના જીવ જોખમમાં મુકી કેપેસિટી કરતા વધુ ઠાંસી ઠાંસીને ભરવામાં આવી રહ્યા છે.

હાલ આ ખાનગી બસ ચાલકો મુસાફરોની ગરજનો ગેરલાભ લઈ રહ્યા છે અને મનમાની રીતે ભાડા વસુલી રહ્યા છે. વતન જવા માગતા મુસાફરો પાસે વધુ પૈસા ચુકવ્યા સીવાય અન્ય કોઈ વિકલ્પ પણ નથી. ત્યારે સવાલ એ છે કે નિયમોનો ઉલાળિયો કરનારા આ બસ સંચાલકો સામે કોઈ પગલા કેમ લેવાતા નથી. હાલ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ સરકાર સમક્ષ રત્નકલાકારોના હિમાં ખાનગી બસ સંચાલકોના હિતમાં પગલા લેવા માગ કરાઈ છે.

એકતરફ પહેલેથી મંદીના ગ્રહણને કારણે રત્નકલાકારો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તહેવાર ટાણે વતન જવા માગતા રત્નકલાકારોને તોતિંગ ભાડા ચુકવવા પડશે. જેમા તેનુ આર્થિક બજેટ પણ ખોરવાઈ રહ્યુ છે. દર વર્ષે આ પ્રકારે મનમાની રીતે ભાડા વસુલતા બસ સંચાલકો સામે ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા રત્નકલાકારોમાં રોષ ભભુકી રહ્યો છે. સરકાર દ્વારા આ વર્ષે વધારાની 2500 બસ પણ ફાળવાઈ છે પરંતુ લાખો પરિવારો માટે આ બસો પૂરતી નથી. બીજી તરફ સુરત થી સૌરાષ્ટ્ર કે ભાવનગર સિવાયની અન્ય રૂટની એકપણ ટ્રેન ન હોવાથી લોકોને બસમાં જ જવુ પડે છે. આનો જ ગેરફાયદો બસ સંચાલકો તોતિંગ ભાડા વસુલીને ઉઠાવી રહ્યા છે.

Rajkot સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખે વીજપોલ વળતર મુદ્દે સરકાર સાથે કરી મધ્યસ્થી બેઠક, ખેડૂતોની ત્રણ માગો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો કર્યો દાવો

Published on: Oct 24, 2026 09:03 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">