AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fiber vs Cable Wi-Fi: કયું Wi-Fi કનેક્શન લેવામાં છે ફાયદો? સમજો ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડમાંથી શ્રેષ્ઠ કયું?

ઘરે નવું Wi-Fi કનેક્શન લેતી વખતે ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડ વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. જાણો બંને ટેક્નોલોજી વચ્ચેનો તફાવત, સ્પીડ, કિંમત અને તમારા ઉપયોગ અનુસાર કયું કનેક્શન સૌથી વધુ ફાયદાકારક રહેશે.

| Updated on: Oct 24, 2026 | 5:45 PM
Share
ઘરે Wi-Fi લગાવવું હોય ત્યારે કેબલ અને ફાઈબર બ્રોડબેન્ડ કનેક્શનમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેનો તફાવત તેમજ ફાયદા અને ગેરફાયદા જાણી લેવા જરૂરી છે. તેના પછી જ તમે યોગ્ય Wi-Fi કનેક્શન પસંદ કરી શકશો.

1 / 7
આજે જો તમે ઘરે Wi-Fi લગાવવાનું વિચારો, તો બજારમાં તમને બે વિકલ્પો મળે છે – ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડ. તેમાં ફાઈબર કનેક્શનને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને ઉત્તમ સ્થિરતા (સ્ટેબિલિટી) માટે ઓળખવામાં આવે છે. જ્યારે કેબલ બ્રોડબેન્ડ તેની વ્યાપક પહોંચ અને ભરોસાપાત્ર સ્પીડના કારણે આજે પણ ઘણું લોકપ્રિય છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે તમારે ઘરમાં કયું બ્રોડબેન્ડ કનેક્શન લગાવવું જોઈએ? આ માટે તમારે તમારી જરૂરિયાત અને આ બંને કનેક્શન વચ્ચેના તફાવતને સમજવો પડશે.

2 / 7
ટેક્નોલોજીનો તફાવત પહેલા સમજો:  ફાઈબર અને કેબલ બ્રોડબેન્ડ વચ્ચે સૌથી મોટો તફાવત ટેક્નોલોજીનો છે. ફાઈબર-ઓપ્ટિક ટેક્નોલોજીમાં ડેટા કાચના ખૂબ જ ઝીણા તાર (ફાઈબર) દ્વારા પ્રકાશની ઝડપે આગળ વધે છે. જ્યારે કેબલ બ્રોડબેન્ડમાં કોએક્સિયલ કેબલનો ઉપયોગ થાય છે. તેમાં તાંબાના તાર દ્વારા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ મારફતે ડેટા ટ્રાન્સફર થાય છે. બંને ટેક્નોલોજીમાં કેબલ બ્રોડબેન્ડ જૂના ટીવી નેટવર્કનો ઉપયોગ કરે છે, તેથી ભેજવાળા કે ખરાબ વાતાવરણમાં તેના સિગ્નલ નબળા પડી શકે છે. આનાથી વિપરીત, ફાઈબરમાં કાચ અને પ્લાસ્ટિકનું કોટિંગ હોવાને કારણે બહારના હવામાનની કોઈ પ્રતિકૂળ અસર નેટવર્ક કે ઈન્ટરનેટ સ્પીડ પર પડતી નથી.

3 / 7
કયું કનેક્શન આપે છે વધુ સારો પર્ફોર્મન્સ? Engadget ના રિપોર્ટ અનુસાર, ફાઈબર કનેક્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં તમને સિમેટ્રિકલ સ્પીડ મળે છે. આનો અર્થ એ છે કે તમને જેટલી અપલોડ સ્પીડ મળે છે, એટલી જ ડાઉનલોડ સ્પીડ પણ મળે છે. આ બાબત એવા લોકોને સૌથી વધુ ફાયદો કરાવે છે જેઓ મોટી ફાઈલો સતત અપલોડ કરતા હોય છે.

4 / 7
જ્યારે કેબલ બ્રોડબેન્ડમાં બેન્ડવિડ્થ અન્ય યૂઝર્સ સાથે વહેંચાઈ જાય છે. તેને સરળ રીતે સમજીએ તો, સાંજના સમયે જ્યારે વધુ લોકો કામ પરથી મુક્ત થઈને ઈન્ટરનેટ વાપરવા લાગે, ત્યારે તમને ઈન્ટરનેટની સ્પીડ ઓછી મળી શકે છે. ફાઈબર બ્રોડબેન્ડમાં આવી કોઈ સમસ્યા સર્જાતી નથી.

5 / 7
કયું મોંઘું અને કયું સસ્તું? : ખર્ચની વાત કરીએ તો, એવું બિલકુલ જરૂરી નથી કે ફાઈબર કનેક્શન હંમેશાં મોંઘું જ હોય. ઘણી ખાનગી કંપનીઓ કેબલ કનેક્શનના ભાવમાં જ 1 Gbps સુધીની સ્પીડ પણ ઉપલબ્ધ કરાવી દે છે.  બીજી તરફ, કેબલ બ્રોડબેન્ડમાં મોડેમ અને રાઉટરની જરૂર પડે છે, જે ભાડે મળે છે અથવા તમારે અલગથી ખરીદવું પડે છે. ફાઈબર કનેક્શનમાં મોડેમની જગ્યાએ ONT એટલે કે ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલનો ઉપયોગ થાય છે, જે મોટાભાગની કંપનીઓ પોતાના પ્લાન સાથે મફતમાં આપે છે. વળી, કેબલ બ્રોડબેન્ડ સાથે ટીવી અને લેન્ડલાઇનના સસ્તા કોમ્બો પેક પણ મળી જાય છે. જોકે હવે કેટલીક ફાઈબર ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ પણ સ્ટ્રીમિંગ આધારિત ટીવી અને OTT બંડલ આપવા લાગી છે.

6 / 7
તમારે શું પસંદ કરવું જોઈએ? જો તમે એવું કનેક્શન ઇચ્છતા હોવ જે માત્ર હાઈ ડાઉનલોડ સ્પીડ જ નહીં પરંતુ એટલી જ ઝડપી અપલોડ સ્પીડ પણ આપે, તો તમારે ફાઈબર કનેક્શન લેવું જોઈએ. જો તમે ગેમિંગ, વીડિયો કોલિંગ કે વર્ક ફ્રોમ હોમ જેવા મહત્વના કામો માટે Wi-Fi લગાવી રહ્યા છો, તો ફાઈબર કનેક્શન શ્રેષ્ઠ રહેશે. તેમાં ખરાબ હવામાન કે પીક અવર્સ દરમિયાન સ્પીડ ધીમી પડવાની કોઈ ઝંઝટ રહેતી નથી. જો તમારા વિસ્તારમાં ફાઈબર ઉપલબ્ધ ન હોય અથવા તમારું કામ ફક્ત વેબ બ્રાઉઝિંગ, સોશિયલ મીડિયા અને સામાન્ય ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ પૂરતું મર્યાદિત હોય, તો તમે કેબલ બ્રોડબેન્ડ પણ પસંદ કરી શકો છો. જો તમને ટીવી કેબલની સાથે કોમ્બો પ્લાનની જરૂર હોય, તો પણ તમે કેબલ બ્રોડબેન્ડ લઈ શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, કોઈપણ અવરોધ વગર શાનદાર પર્ફોર્મન્સ મેળવવા માટે પહેલી પસંદગી ફાઈબર હોવી જોઈએ, જ્યારે બજેટ અને ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કેબલ કનેક્શન પણ પસંદ કરી શકાય છે.

7 / 7

શું તમારા મીઠામાં આયોડિન છે? જાણો શા માટે અને કેટલી માત્રામાં આયોડિનનું સેવન જરૂરી છે, તેની ઉણપથી થતા નુકસાન

Follow Us
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો

રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video

રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો

આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો

15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા

DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા

કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'

g clip-path="url(#clip0_868_265)">