T20 ક્રિકેટ
છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.
ટ્વેન્ટી20 રમતમાં બંને ટીમો એક જ ઇનિંગ રમે છે, જે મહત્તમ વીસ ઓવર (ટીમ દીઠ 120 બોલ) સુધી મર્યાદિત હોય છે. ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટની સાથે, ટ્વેન્ટી20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે રમાતા ઉચ્ચતમ સ્તરના ક્રિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ ફોર્મેટમાંનું એક છે.એક સામાન્ય ટ્વેન્ટી20 મેચ 3 કલાકથી થોડો વધુ ચાલે છે, જેમાં દરેક ઇનિંગ લગભગ 90 મિનિટ અને ઇનિંગ્સ વચ્ચે 10-મિનિટનો બ્રેક હોય છે. આ રમતના અગાઉના ફોર્મેટ કરતા નોંધપાત્ર રીતે ટૂંકો છે. આ ફોર્મેટ મેદાન પરના ચાહકો અને ટેલિવિઝન ચાહકો બંનેને આકર્ષિત કરે છે.મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચનો સમાવેશ થાય છે,
Read MoreBreaking News: કિશને, કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બન્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશને અણનમ 37 રનની ઈનિંગ રમીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2026માં તેના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે. આ સાથે તેણે વિરાટ કોહલીનો 2016માં બનાવેલો 1614 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ઈશાન એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બની ગયો છે.
- Smit Chauhan
- Updated on: Oct 7, 2026
- 7:04 pm
Breaking News: પહેલા જ બોલ પર છગ્ગો ફટકારવામાં અભિષેક શર્માનો દબદબો, હવે વર્લ્ડ રેકોર્ડથી માત્ર 1 સિક્સર દૂર
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલા જ બોલે છગ્ગો ફટકારવો કોઈ પણ બેટ્સમેન માટે મુશ્કેલ હોય છે. જોકે, અભિષેક શર્મા આ મામલે અલગ જ ઓળખ બનાવી ચૂક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં તેણે ફરી પહેલા બોલે છગ્ગો ફટકાર્યો હતો. હવે તે આ ખાસ યાદીમાં સૌથી આગળ છે અને આગામી મેચમાં ફરી આવું કરીને મોટો રેકોર્ડ બનાવી શકે છે.
- Smit Chauhan
- Updated on: Oct 7, 2026
- 5:23 pm
Breaking News: શ્રેયસ અય્યરની ધમાકેદાર સદીની મદદથી ભારતે લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20I મેચ 8 વિકેટે જીતી લીધી. ભારતીય ટીમે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં જ મેળવી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 11:28 pm
Breaking News: સ્મૃતિ મંધાના બની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન, BCCIએ કરી જાહેરાત
BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI અને T20I ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી. જ્યારે હરમનપ્રીત કૌર હવે ફક્ત ટેસ્ટ ટીમનું જ નેતૃત્વ કરશે.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 9:34 pm
Breaking News: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ભુવનેશ્વર કુમારની વાપસી
BCCIએ ન્યૂઝીલેન્ડમાં રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 9:19 pm
Breaking News: બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર હતું છતાં રન આઉટ થયો હેટમાયર, અમ્પાયર સાથે કરી દલીલ
ભારત સામેની લખનૌ T20માં શિમરોન હેટમાયર સાથે વિચિત્ર ઘટના બની. રન આઉટ વખતે તેનું બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર દેખાઈ રહ્યું હતું, છતાં તેને આઉટ આપવામાં આવ્યો હતો. નિર્ણય બાદ હેટમાયર અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો. જોકે, રિપ્લેમાં સામે આવ્યું કે બેલ્સ ઉડતી વખતે તેનું બેટ જમીનને સ્પર્શી રહ્યું નહોતું.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 9:01 pm
Breaking News: ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રગીત પહેલા ગાયું ‘વંદે માતરમ’, લખનૌમાં જોવા મળ્યું અદભુત દૃશ્ય
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20 મેચ શરૂ થાય તે પહેલાં લખનૌના એકાના સ્ટેડિયમમાં એક ખાસ દૃશ્ય જોવા મળ્યું. રાષ્ટ્રગીત પહેલાં ‘વંદે માતરમ’ વગાડવામાં આવ્યું અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સાથે મળીને ગીત ગાયું હતું. ઘરઆંગણે રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં જોવા મળેલી આ ઘટનાએ સ્ટેડિયમમાં હાજર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 8:20 pm
Breaking News : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ
વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલમાં રમ્યા બાદ ટીમમાં પરત ફરેલા વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવ્યો છે. તેના સ્થાને નમન ધીરને તક આપવામાં આવી છે. લખનૌની પરિસ્થિતિ અને ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 7:52 pm
Breaking News : 49 છગ્ગા ફટકારી ટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કર્યું
49 છગ્ગા ફટકારીટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીને હવે ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કરવાની તક મળી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે લખનૌમાં પ્રથમ T20માં આ ખેલાડીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. વનડે શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ હવે T20 સીરિઝમાં પહેલી જ મેચમાં આ ખેલાડીને તક મળી છે.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 7:26 pm
Harmanpreet Kaur : 10 વર્ષની કેપ્ટનશીપમાં 10 સૌથી મોટી સિદ્ધિઓ… કેપ્ટન હરમનપ્રીત કૌરનો શાનદાર રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકેના 10 વર્ષમાં શું સિદ્ધિઓ હાંસલ કરી? તેણે કેટલી વાર ભારતને ગર્વ થાય તેવું કંઈક આપ્યું? ચાલો કેપ્ટન તરીકેની તેની 10 સૌથી મોટી સિદ્ધિઓ પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 6:40 pm
Breaking News: IPLમાં ‘દાદા’ની એન્ટ્રી, સૌરવ ગાંગુલી બન્યો દિલ્હી કેપિટલ્સનો નવો હેડ કોચ
IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંગુલી હવે હેમાંગ બદાનીનું સ્થાન લેશે. દિલ્હી સાથે લાંબા સમયથી જોડાયેલા ગાંગુલી માટે આ નવી જવાબદારી છે. હવે તેમની સામે ટીમને પ્રથમ IPL ટાઇટલ અપાવવાનો મોટો પડકાર રહેશે.
- Smit Chauhan
- Updated on: Oct 6, 2026
- 4:09 pm
IND vs WI: 3 વર્ષ જૂની હારનો હિસાબ બરાબર કરવાની તક, ટીમ ઈન્ડિયા સામે ફરી મોટો પડકાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ઓક્ટોબરથી પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ખાસ છે, કારણ કે ત્રણ વર્ષ પહેલા કેરેબિયન ટીમે ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો. હવે ઘરઆંગણે રમાનારી આ શ્રેણીમાં ભારતીય ટીમ પાસે જૂની હારનો હિસાબ બરાબર કરવાની તક છે, પરંતુ પડકાર આસાન નહીં હોય.
- Smit Chauhan
- Updated on: Oct 5, 2026
- 9:30 pm
Breaking News: 2,000… 74 રન બનાવતા જ અભિષેક શર્મા વિરાટ-રોહિતના ક્લબમાં થશે સામેલ
છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં માસ્ટર અભિષેક શર્મા તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત પાછો ફર્યો છે. હવે, તેનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. આ શ્રેણીમાં 74 રન બનાવતા જ અભિષેક એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે અને વિરાટ-રોહિતના ક્લબમાં થશે સામેલ.
- Smit Chauhan
- Updated on: Oct 5, 2026
- 8:52 pm
Breaking News: 15 નવેમ્બર છેલ્લો દિવસ… હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડશે ? IPL 2027 પહેલા ટ્રેડ માટે ઘણી ટીમો રેસમાં
IPL 2027ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને ચર્ચા તેજ બની છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર માટે કેટલીક ટીમોએ રસ દાખવ્યો હોવાના અહેવાલ છે. મુંબઈએ પણ સંભવિત ટ્રેડ અંગે કેટલીક ફ્રેન્ચાઇઝીઓ સાથે વાતચીત કરી છે. હવે 15 નવેમ્બરની રિટેન્શન અંતિમ તારીખ નજીક આવતા હાર્દિક મુંબઈમાં રહેશે કે નવી ટીમમાં જશે, તેના પર સૌની નજર છે.
- Smit Chauhan
- Updated on: Oct 5, 2026
- 8:44 pm
Breaking News: કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર, ન્યૂઝીલેન્ડ નહીં જાય?
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જલ્દી ટીમની પસંદગી થશે. જોકે તે પહેલા ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને લઈ મોટા સમાચાર સામે આવ્યા. અહેવાલો સૂચવે છે કે કુલદીપ યાદવને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં.
- Smit Chauhan
- Updated on: Oct 5, 2026
- 5:50 pm