AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: BCCIએ નવા મુખ્ય પસંદગીકારની કરી જાહેરાત, આ ક્રિકેટરને મળી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. નોઈડામાં મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછરેલા અવાનાની માતા માળી તરીકે કામ કરતી હતી. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે અવના ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભાઓની પસંદગી કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે.

| Updated on: Oct 23, 2026 | 6:55 PM
Share
ભારતીય ક્રિકેટમાં પસંદગી સમિતિની નવી નિમણૂકો વચ્ચે BCCIએ જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે પરવિંદર અવાનાના નામની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ઝડપી બોલર હવે યુવા ક્રિકેટરોની પસંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

1 / 8
BCCIના જણાવ્યા અનુસાર, ક્રિકેટ સલાહકાર સમિતિએ ઇન્ટરવ્યૂ બાદ અવાનાની પસંદગી કરી છે. અવાનાની સાથે કૃષ્ણા દાસ, રાકેશ પટેલ અને એન અર્જુન યાદવ પણ પસંદગીકાર તરીકે જોડાયા છે. સમિતિમાં પાંચમા સભ્યની નિમણૂક હજુ બાકી છે.

2 / 8
અવાનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી રહી હતી. 2012માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી થઈ હતી, પરંતુ તેને રમવાની તક મળી નહોતી. ત્યારબાદ તેણે ભારત માટે બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી જેમાં તેને એક પણ વિકેટ મળી નહોતી.

3 / 8
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત તક મળવા છતાં અવાનાએ ઘરેલુ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેણે દિલ્હી માટે 62 ફર્સ્ટ ક્લાસ મેચમાં 191 વિકેટ ઝડપી હતી. તે ઇન્ડિયા-A અને રેસ્ટ ઓફ ઇન્ડિયા જેવી ટીમોનો પણ ભાગ રહ્યો હતો.

4 / 8
IPLમાં અવના 2012થી 2014 દરમિયાન પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો હતો. આ દરમિયાન તેણે 33 મેચમાં 39 વિકેટ મેળવી હતી. ઘરેલુ ક્રિકેટ અને IPLના અનુભવથી તેણે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.

5 / 8
અવાનાની સફળતા પાછળ તેની માતાના સંઘર્ષનો મોટો ફાળો રહ્યો છે. અવાનાના પિતાનું અવસાન થયું ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો. ત્યારબાદ તેની માતાએ નોઈડા ઓથોરિટી માટે માળી તરીકે કામ કરીને પરિવાર સંભાળ્યો અને દીકરાને ક્રિકેટર બનવામાં મદદ કરી.

6 / 8
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અવાનાએ કોચિંગ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું હતું. તેણે દિલ્હીની અંડર-16, અંડર-19 અને અંડર-23 ટીમો સાથે કામ કરીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું છે. આ અનુભવ હવે પસંદગી સમિતિની નવી જવાબદારીમાં ઉપયોગી બની શકે છે.

7 / 8
હવે જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે અવાનાની સામે દેશના પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને  પારખવાની જવાબદારી રહેશે. તેની સફર મુશ્કેલ સંજોગોમાંથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, IPL અને કોચિંગ સુધી પહોંચી છે. હવે તે ભારતીય ક્રિકેટના ભાવિ ખેલાડીઓ ઘડવામાં યોગદાન આપશે. (PC:PTI/X/BCCI)

8 / 8

એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં મચાવે છે ધૂમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">