AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ, પનીર અને ઘીના નમૂના પણ ફેલ

Breaking News : રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ, પનીર અને ઘીના નમૂના પણ ફેલ

| Updated on: Oct 24, 2026 | 1:07 PM
Share

રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી આર.બી. ફૂડ પેઢીમાંથી લેવામાં આવેલા ટમેટા સોસના નમૂના ફેલ થયા છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ટમેટાના બદલે પપૈયામાંથી સોસ તૈયાર કરવામાં આવતો હતો. તેમાં ખાંડ અને સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

રાજકોટમાં તહેવારોના સમયમાં બહારથી ખાદ્યપદાર્થો ખરીદતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન પનીર, ઘી અને ટમેટા સોસ સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને અખાદ્ય સામગ્રીના ઉપયોગનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન 4 ખાદ્યપદાર્થોના નમૂના નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત, વિભાગે વધુ 47 એકમોમાં તપાસ હાથ ધરી હતી.

પપૈયામાંથી બનાવાતો હતો ટમેટા સોસ

રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી આર.બી. ફૂડ પેઢીમાંથી લેવામાં આવેલા ટમેટો સોસના નમૂના ફેલ થયા છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ટમેટાના બદલે પપૈયામાંથી સોસ તૈયાર કરવામાં આવતો હતો. તેમાં ખાંડ અને સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાદ્યપદાર્થોમાં કૃત્રિમ રંગના ઉપયોગને લઈને ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી છે.

પનીર અને ઘીના નમૂના પણ ફેલ

ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં અન્ય ખાદ્યપદાર્થોના નમૂનાઓ પણ નિષ્ફળ ગયા છે. લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાને અખાદ્ય જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, દાણાપીઠ વિસ્તારમાં આવેલી પેશુમલ ચેલારામ એન્ડ કંપનીમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના તેમજ ઉદ્યોગનગરના જલારામ ઘી ડેપોમાંથી લેવામાં આવેલા ઘીના નમૂના પણ ફેલ થયા છે.

47 એકમોમાં તપાસ, 37 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી વધુ તેજ કરતાં 47 એકમોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 14 પેઢીઓમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ, 37 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તહેવારો દરમિયાન મીઠાઈ, પનીર, ઘી અને સોસ જેવી ખાદ્યવસ્તુઓની ખરીદી વધતી હોય છે. ત્યારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવા માટે તંત્રની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. નાગરિકોને પણ ખાદ્યવસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! ગઈકાલની નીચલી સપાટી બાદ આજે વધ્યા ભાવ, જુઓ 24K, 22K અને 18K ના આજના રેટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">