Breaking News : પંકજ અડવાણીની અદ્ભુત સિદ્ધિ, 12 વર્ષ પછી ફરી બન્યો વર્લ્ડ ચેમ્પિયન
Pankaj Advani, World Billiards Championship 2026: પકંજ અડવાણીએ 21 વખત વર્લ્ડ બિલિયર્ડસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. 2014 પછી તે પહેલી વખત ચેમ્પિયન બન્યો છે.

World Billiards Championship title: ભારતના પંકજ અડવાણી ફરીથી બિલિયર્ડસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેમણે આ સફળતા વર્લ્ડ બિલિયર્ડસ ચેમ્પિયનશીપ 2026ના ખિતાબ પછી પોતાના નામે નોંધાવી છે. 2014 પછી પહેલી વખત છે. જ્યારે પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડસનું ટાઈટલ જીત્યું છે.

બિલિયર્ડ્સના ભારતીય લિજેન્ડ પંકજ અડવાણીએ ફાઈનલમાં ઈંગ્લેન્ડના રોબર્ટ હોલને હરાવ્યો હતો. બંને વચ્ચે આ મેચ વોલસાલના લેન્ડીવુડ સ્નુકર ક્લબમાં રમાઈ હતી.

પંકજ અડવાણીએ 2014 પછી પહેલી વખત વર્લ્ડ બિલિયર્ડસ ચેમ્પિયનશીપનો ખિતાબ જરુર જીત્યો છે. પરંતુ આ ઓવરઓલ 21મી વખત છે. જ્યારે તે બિલિયર્ડસનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.

ફાઈનલમાં રોબર્ટ હોલને હરાવી ખિતાબ પર કબજો જમાવતા પહેલા પંકજ અડવાણીએ સેમિફાઈનલમાં 9 વખતના વર્લ્ડ ચેમ્પિયન ડેવિડ કાઉઝિયરને હરાવ્યો હતો.

પંકજ અડવાણી બિલિયર્ડસ સિવાય સ્નુકર પણ રમે છે. તેની પાસે બંને રમતમાં કુલ 28 વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ છે.

પંકજ અડવાણીનો જન્મ 24 જુલાઈ 1985ના રોજ ભારતના પુણેમાં એક સિંધી પરિવારમાં થયો હતો. અડવાણીએ તેમના શરૂઆતના વર્ષો કુવૈતમાં વિતાવ્યા હતા અને ત્યારબાદ તેઓ ભારતના બેંગલોર આવી ગયા હતા.

તેમણે બેંગલોરની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને શ્રી ભગવાન મહાવીર જૈન કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્નૂકર ચેમ્પિયન અરવિંદ સાવુર પાસેથી સ્નૂકરની તાલીમ લીધી હતી.
Breaking News : ગુજરાતના ભાવિક ભરવાડની નજર Asian Para Games 2026ના મેડલ પર અહી ક્લિક કરો
