AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ, મનપાના તમામ દાવાનો ફિયાસ્કો- Video

જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ, મનપાના તમામ દાવાનો ફિયાસ્કો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2026 | 8:11 PM
Share

જુનાગઢમાં એકતરફ રોડ પર ઠેર-ઠેર ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડની વચ્ચોવચ્ચ અડીંગો જમાવીને બેસેલા ઢોરને કારણે અકસ્માતો પણ વધ્યા છે. આ તરફ ઢોરની સમસ્યા ઉકેલવાના મનપાના દાવાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં દિવાળી સમયે અને દિવાળી બાદ આવતી લગ્નસરની સીઝન માટે ઠેર-ઠેર ખરીદી નીકળી છે. રસ્તા પર લોકોની અવરજવર વધી છે, પરંતુ શહેરને સમાર્ટ સિટી બનાવવા મસમોટા દાવા કરતા મનપા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. શહેરના જાહેર માર્ગો પર મસમોટા ખાડા અને અડીંગો જમાવેલા રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. શહેરના મોતીબગ વિસ્તાર, ઝાંઝરડા રોડ, મધુરમ અને ગિરનાર દરવાજા પાસે મોટી સંખ્યામાં ઢોર અડીંગો જમાવીને બેઠા છે. સ્કૂલે જતા બાળકો હોય અને વૃદ્ધો અનેકવખત અકસ્માતનો ભોગ બની ચુક્યા છે.

એકતરફ શહેરના અનેક રસ્તાઓ પર ઠેરઠેર ખોદકામ કરી દેવાતા લોકો ભારે હાલાકી સહન કરી રહ્યા છે. તેમા રખડતા ઢોરની સમસ્યા વદારો કરી રહી છે. વિપક્ષ કોંગ્રેસે પણ શાસક પક્ષની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. મનપાના વિપક્ષ નેતાએ જણાવ્યુ કે બજેટમાં પશુ નિભાવ માટે 5 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવે છે, આ રખડતા ઢોરોને ગૌશાળામાં મોકલવાના હોય છે પરંતુ શાસકો યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાથી નિર્દોષ નાગરિકો ઢોરના આતંકનો ભોગ બને છે.

આ તરફ શાસક પક્ષે વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યુ કે મનપા દ્વારા એપ્રીલથી ઓક્ટોબર સુધીમાં 1100 ગૌવંશ પકડવામાં આવ્યા છે. જે પૈકી 401 ગૌવંશ જિલ્લાની વિવિધ ગૌશાળમાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ચોબારીમાં અદ્યતન ગૌશાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે બન્ય બાદ ઢોરનો પ્રશ્ન હલ થઈ જશે.

Rajkot સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખે વીજપોલ વળતર મુદ્દે સરકાર સાથે કરી મધ્યસ્થી બેઠક, ખેડૂતોની ત્રણ માગો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો કર્યો દાવો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">