Breaking News : ગુજરાતમાં આવશે દક્ષિણ કોરિયાનું મોટું રોકાણ? હર્ષ સંઘવીએ PM MITRA પાર્ક માટે યંગવન કોર્પોરેશનને આપ્યું આમંત્રણ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયામાં ટેક્સટાઇલ ક્ષેત્રે રોકાણ અને ઔદ્યોગિક સહયોગ વધારવા મહત્વપૂર્ણ બેઠકો યોજી. યંગવન કોર્પોરેશનને નવસારીના પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કમાં રોકાણ અને સંયુક્ત સાહસો સ્થાપવા આમંત્રણ આપવામાં આવ્યું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોંચ્યું છે. આ મુલાકાતનો હેતુ ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગ તથા રોકાણની તકો વધારવાનો છે. (Image Source: X | @InfoGujarat)

દક્ષિણ કોરિયાના અગ્રણી ટેક્સટાઇલ કેન્દ્ર દેગુ ખાતે ‘ગુજરાત–કોરિયા રાઉન્ડટેબલ બેઠક’ યોજાઈ હતી. બેઠકમાં ટેક્સટાઇલ મશીનરી, ફેબ્રિક ઉત્પાદન અને આધુનિક ટેકનોલોજીના આદાનપ્રદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. (Image Source: X | @InfoGujarat)

ગુજરાતના પ્રતિનિધિમંડળે કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન બંને પ્રદેશો વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે ટેકનિકલ સહયોગ અને ઔદ્યોગિક ભાગીદારી વધારવા પર ભાર મૂકાયો હતો. (Image Source: X | @InfoGujarat)

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેગુ ખાતે વૈશ્વિક કંપની યંગવન કોર્પોરેશનના પ્રમુખ જે-યોંગ પાર્ક અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. કંપની ટેક્સટાઇલ અને આઉટડોર ગારમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. (Image Source: X | @InfoGujarat)

બેઠકમાં હર્ષ સંઘવીએ ગુજરાતના મજબૂત ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ અને કપાસથી ગારમેન્ટ સુધીની સંપૂર્ણ ઉત્પાદન મૂલ્યશૃંખલા અંગે રજૂઆત કરી હતી. દેશના મેન-મેડ ફાઇબર ઉત્પાદનમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી. (Image Source: X | @InfoGujarat)

નાયબ મુખ્યમંત્રીએ નવસારીમાં 1,142 એકરમાં વિકસી રહેલા ‘પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક’માં રોકાણ કરવા અને સંયુક્ત સાહસો સ્થાપવા કંપનીને આમંત્રણ આપ્યું હતું. આ પહેલથી ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે નવી ઔદ્યોગિક તકો ઊભી થવાની શક્યતા છે. (Image Source: X | @InfoGujarat)

ગુજરાતના પ્રતિનિધિમંડળે યંગવન કોર્પોરેશનને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા તથા રાજ્યના ટેક્સટાઇલ ક્લસ્ટર્સની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ મુલાકાતથી ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપાર, ટેકનોલોજી અને રોકાણ સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. (Image Source: X | @InfoGujarat)
આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : શું દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ વધુ કડાકો આવશે? એક મહિનામાં સોનાના ભાવમાં ₹11,820 નો તીવ્ર ઘટાડો !
