Asia Cup 2025 : ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં કેવી રીતે જીતશે? ફેન્સ આ વાતને લઈ ચિંતિત
ટીમ ઈન્ડિયા 21 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં પોતાનું અભિયાન શરૂ કરશે. 4 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયા કુલ ત્રણ મેચ રમશે. જોકે, સુપર-4 રાઉન્ડની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સને ટીમ ઈન્ડિયાની હારનો ડર સતાવી રહ્યી છે. જાણો કેમ.

એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડની આજથી શરૂઆત થઈ છે. જોકે, T20 એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડના ભારતીય ટીમના આંકડાએ ભારતીય ફેન્સની ચિંતા વધારી છે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં T20 એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં ત્રણ મેચ રમી છે. આ ત્રણેય મેચ 2022 T20 એશિયા કપ દરમિયાન રમાઈ હતી.

ભારતીય ટીમ આમાંથી ફક્ત એક જ મેચ જીતી શકી હતી અને બે હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

પાકિસ્તાન અને શ્રીલંકા સામેની હારથી 2022 એશિયા કપ માટે ક્વોલિફાય થવાની તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું, જ્યારે તેમનો એકમાત્ર વિજય અફઘાનિસ્તાન સામે હતો.

આ રેકોર્ડ દર્શાવે છે કે ભારતીય ટીમ ક્યારેક સુપર 4 ના દબાણમાં પોતાની ચમક ગુમાવી ચૂકી છે . જોકે, આ વખતે ટીમ ઈન્ડિયા એક અલગ લયમાં હોય તેવું લાગે છે.

જો કે T20 એશિયા કપ પહેલા ફક્ત બે વાર રમાયો છે, અને તેમાંથી ફક્ત એક જ વખત ટુર્નામેન્ટ સુપર 4 રાઉન્ડમાં રમાઈ છે. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપ 2025માં ડીફેન્ડીંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સુપર 4 રાઉન્ડમાં ક્વોલિફાય, સુપર ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
