શું અર્જુન તેંડુલકર પિતા સચિનના રેકોર્ડની બરાબરી કરશે?
Arjun Tendulkar and Sachin Tendulkar: અર્જુન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કરી લીધું છે. મુંબઈ ઈન્ડીયન્સ તરફથી રમતા કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને આઈપીએલમાં પ્રથમ વખત રમવાની તક મળી હતી. આજે મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. અર્જુન તેંડુલકર જો આ મેચમાં જીત હાંસિલ કરી લેશે તો એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે.


અર્જુન તેંડુલકરે આઇપીએલમાં ડેબ્યૂ કરી લીધુ છે. અર્જુને કેકેઆર સામે ડેબ્યૂ કર્યું હતું. અર્જુને બે ઓવર બોલિંગ કરી હતી અને તેને બેટિંગની તક મળી ન હતી. 5 વખતની IPLની ચેમ્પિયન મુંબઇને આ મેચમાં 5 વિકેટથી જીત મળી હતી.

મુંબઇ આજે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. ટીમનો લક્ષ્ય મેચને જીતવાનો હશે. અર્જુન તેંડુલકરને પણ મેચ રમવાની તક મળી શકે છે. જો અર્જુનની ટીમ આ મેચમાં જીત મેળવે છે તો તે સચિનના રેકોર્ડની બરાબરી કરી લેશે. સચિન 2008માં ખેલાડી તરીકે પોતાની શરૂઆતની બંને મેચ જીતવામાં સફળ રહ્યો હતો. ત્યારે તેણે ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે જીત મેળવી હતી.

અર્જુન તેંડુલકરે પોતાની ડેબ્યૂ રણજી મેચમાં સદી ફટકારીને પિતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે તે આઇપીએલમાં સચિનના રેકોર્ડની બરાબરી કરવાનો પ્રયત્ન કરશે. અર્જુનના ઓવરઓલ રેકોર્ડની જો વાત કરીએ તો અત્યાર સુધી તેણે 10 મેચમાં 18 ની એવરેજ સાથે 12 વિકેટ ઝડપી છે. બેટિંગમાં તેને વધુ તક મળી નથી.

અર્જુન તેંડુલકર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા ગોવાની ટીમ સાથે જોડાયો હતો. તેણે અત્યાર સુધી 7 મેચમાં 46 ની એવરેજ સાથે 12 વિકેટ લીધી છે. 104 રન આપીને 3 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સિવાય 25 ની એવરેજથી તેણે 223 રન બનાવ્યા છે. તેણે લિસ્ટ એ ક્રિકેટમાં 7 મેચમાં 8 વિકેટ લીધી છે અને 25 રન પણ બનાવ્યા છે.

આઇપીએલ 2022ની વાત કરીએ તો મુંબઇ ઇન્ડીયન્સનું પ્રદર્શન સારૂં રહ્યું ન હતું. પોઇન્ટસ ટેબલમાં તે 10માં સ્થાન પર રહી હતી. હાલની સીઝનમાં મુંબઇએ 4 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. 2 મેચમાં હાર મેળવી છે. તે હાલમાં 4 અંક સાથે ટેબલમાં 8મા સ્થાન પર છે. હૈદરાબાદના 4 મેચમાં 4 પોઇન્ટ છે અને તે 9માં સ્થાન પર છે.

ગત મેચમાં મુંબઇનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. હૈદરાબાદની ગત મેચમાં હૈરી બ્રુકે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે નોટઆઉટ સદી ફટકારી હતી. હાલની સીઝનમાં કોઇ પણ બેટ્સમેનની આ પ્રથમ સદી હતી. મુંબઇએ બ્રુકથી સાવધાન રહેવું પડશે.

































































