કેપ્ટન કૂલના નામથી જાણીતા MS Dhoni નો આ ક્રિકેટરો સાથે પણ થઈ ચૂક્યો છે ઝઘડો
ક્રિકેટમાં વિવાદ નવી વાત નથી. કેટલીકવાર ખેલાડીઓ વચ્ચે ઝઘડો થાય છે. મહેન્દ્ર સિંહ ધોની હરભજન સિંહ, યુવરાજ સિંહ અને હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેનો રવિન્દ્ર જાડેજા સાથે પણ ઝગડો થઈ ચૂક્યો છે.

વીરેન્દ્ર સેહવાગ ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં સૌથી સફળ ઓપનરોમાંનો એક હતો. તે ટીમનો વાઇસ-કેપ્ટન હતો જેણે 2007માં ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી, 2012માં ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ બેંક ટ્રાઇ-સિરીઝ દરમિયાન, MSD એ રોટેશન ફોર્મ્યુલા મુજબ સેહવાગ, ગૌતમ ગંભીર અને સચિન તેંડુલકરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. બદલામાં, આ ત્રણમાંથી એક ખેલાડીને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.આ રોટેશન પોલિસી માટે ધોનીએ પ્રેસ કોન્ફરન્સમાં કારણ આપ્યું હતું

સેહવાગની જેમ જ, ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ અને 50 ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તેણે 2011માં વર્લ્ડ કપ ફાઇનલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 97 રન બનાવ્યા હતા અને ધોનીની સાથે મેચ વિનિંગ ભાગીદારી બનાવી હતી.2012 માં ઓસ્ટ્રેલિયામાં ટ્રાય સિરીઝમાં ભારતીય કેપ્ટન દ્વારા ગંભીરને ધીમા ફિલ્ડર તરીકે પણ વર્ણવવામાં આવ્યો હતો અને ફોર્મમાં હોવા છતાં તેને કેટલીક મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ગંભીરે અનેક નિવેદનો આપ્યા હતા જે ધોની પર નિશાન સાધ્યું હોય તેમ પણ માનવામાં આવ્યું હતુ.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ વચ્ચેના સંબંધોની ચારેબાજુ ચર્ચા થઈ રહી હતી. જોકે, થોડા દિવસો પછી એવું થવા લાગ્યું કે યુવરાજ સિંહ સાથેની નિકટતાના કારણે દીપિકાએ ધોની સાથે બ્રેકઅપ કરી લીધું.

હરભજન સિંહ 2016માં ભારતીય ટીમની જર્સીમાં જોવા મળ્યો હતો, જ્યાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું, જેના કારણે તે ટીમમાંથી બહાર થતાં તે પુનરાગમન કરી શક્યો ન હતો. હરભજન સિંહનાએ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો કે હરભજન સિંહને પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે કોઈ સમસ્યા છે અને તેમની વચ્ચેની કડવાશને કારણે આવું નિવેદન આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું હતુ.

હાલમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. પણ આ મેચ દરમિયાન ધોની સાથેની વાતચીત દરમિયાન જાડેજા ખુશ નહીં હતો. તે દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.