IND vs WI : ટીમ ઈન્ડિયાએ ભારત અને વેસ્ટઈન્ડિઝ ટેસ્ટ સીરિઝમાં આ 5 મોટા રેકોર્ડ બનાવ્યા, જુઓ ફોટો
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝમાં 5 મોટા રેકોર્ડ બન્યા છે. ભારતે ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી છે. તેમણે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ ઈનિગ્સ 140 રનથી જીતી હતી. જ્યારે બીજી ટેસ્ટ 7 વિકેટથી જીતી હતી.

ભારતે 2 ટેસ્ટ મેચની સીરિઝ 2-0થી જીતી છે. જે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ તેની સતત 10મી ટેસ્ટ સીરિઝ છે. ભારતે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી પોતાના નામ કરી 2 ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.

ભારતે 1987 બાદથી દિલ્હીમાં કોઈ ટેસ્ટ ગુમાવી ન હતી. તે સતત 14 ટેસ્ટમાં વિજેતા છે. જે કોઈ એક વેન્યુ પર ઘરમાં નવો રેકોર્ડ છે. ભારતે મોહાલીમાં સતત 13 ટેસ્ટ મેચ જીતી છે.

વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં મળેલી જીત ભારત ભારતને શુભમન ગિલની કેપ્ટનશીપમાં મળેલી પહેલી ટેસ્ટ સીરિઝની જીત છે. ઈંગ્લેન્ડમાં તેમણે પહેલી વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. પરંતુ ત્યાં રમાયેલી સીરિઝ 2-2થી ડ્રો રહી હતી.

ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના ઘરઆંગણે ટેસ્ટ રેકોર્ડમાં વધુ સુધારો કર્યો છે. ભારતીય ટીમ 1994 થી વેસ્ટ ઇન્ડીઝ સામે જીતી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 10 ટેસ્ટ જીતી છે અને બે ડ્રો રહી છે.

ઓવરઓલ ભારતે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કોઈ ટેસ્ટ વર્ષ 2002થી ગુમાવી નથી. પછી ઘર આંગણે રમાયેલી હોય કે પછી વેસ્ટઈન્ડિઝમાં

વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી, અને સીરિઝ સમાપ્ત થયા પછી પણ તેઓ એ જ સ્થાને છે. (all photo:PTI)
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
