Stock Market: રોકાણકારોમાં હર્ષોલ્લાસ છવાયો! આ કંપની અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
સ્ટોક માર્કેટમાં ટેરિફની અસર જોવા મળી પરંતુ આની વચ્ચે એક નવરત્ન પીએસયુ કંપનીએ તેના રોકાણકારો માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

નવરત્ન પીએસયુ કંપનીએ તેના રોકાણકારો માટે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ 6.59 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જો કે, આ હજુ પણ શેરધારકોની મંજૂરીને આધીન છે.

કંપનીની આગામી એન્યુઅલ જનરલ મીટિંગ આવતા મહિને 19 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે, જેમાં અન્ય બાબતોની સાથે ડિવિડન્ડને પણ મંજૂરી આપવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડ માટે લાયક શેરધારકોને ઓળખવા માટેની એક રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે.

પીએસયુ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, જો કંપની ડિવિડન્ડ જાહેર કરે છે, તો તેની રેકોર્ડ ડેટ 5 સપ્ટેમ્બર, 2025 રહેશે. રેકોર્ડ તારીખે કંપનીના રજિસ્ટ્રારમાં જેમના નામ નોંધાયેલા હશે, તે શેરધારકોને ડિવિડન્ડ મળશે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ કંપનીનો શેર 211 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં, તે 1.7 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 6 મહિનામાં તેણે 38 ટકાથી વધુનું સારું રિટર્ન આપ્યું છે.

બીજી તરફ, જો આપણે એક વર્ષના પ્રદર્શનની વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન શેરમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જો કે, 5 વર્ષમાં આ શેરે રોકાણકારોને 240 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

કંપનીએ અગાઉ પણ શેરધારકોને ડિવિડન્ડ આપ્યું છે. કંપનીએ વર્ષ 2024માં પ્રતિ શેર 0.50 રૂપિયાનું ડિવિડન્ડ જારી કર્યું હતું. વર્ષ 2023માં પ્રતિ શેર 0.44 રૂપિયાનું ડિવિડન્ડ વહેંચવામાં આવ્યું હતું.

હવે આ વખતે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ (SCI) 6.59 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે અત્યાર સુધીના તેના ઇતિહાસમાં સૌથી ઊંચું ડિવિડન્ડ છે. તમને જણાવી દઈએ કે, જૂન 2025 ક્વાર્ટરમાં કંપનીનો નફો 21.51% વધીને રૂ. 354.17 કરોડ થયો છે, જ્યારે આવક 26.18% વધીને રૂ. 1514.27 કરોડ થઈ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
