અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના ઘર પર ભગવાન ગણેશનું કર્યુ સ્વાગત, જુઓ Photos

શિલ્પા શેટ્ટી ભગવાન ગણેશમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે દરેક વખતે ભગવાન ગણેશની પૂજા કરતી જોવા મળે છે. દર વર્ષે, તેના ઘરે ભગવાન ગણપતિની સ્થાપના કરીને તે તેની સેવા કરે છે.

Aug 29, 2022 | 11:18 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 29, 2022 | 11:18 PM

દર વર્ષની જેમ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. પરંતુ આ વખતે વાત થોડી અલગ છે કારણ કે આ વખતે શિલ્પાના પગે ઈજા થયેલી છે અને ઈજાગ્રસ્ત પગ હોવા છતાં તેણે ઘરમાં ભગવાન ગણેશનું સ્વાગત કર્યું છે.

1 / 5
આ દરમિયાન શિલ્પા શેટ્ટી ક્રેચના સહારે ચાલતી જોવા મળી હતી, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર સ્મિત હતું. તેમણે ભગવાન ગણેશને પોતાની કારમાં બેસાડ્યા હતા અને તેમની સાથે તેમની ટીમના ઘણા લોકો પણ હાજર હતા, જેમણે ગણપતિને ઘરે લાવવામાં તેમનો સાથ આપ્યો હતો.

2 / 5
શિલ્પા શેટ્ટી ભગવાન ગણેશમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે દરેક વખતે ભગવાન ગણેશની પૂજા કરતી જોવા મળે છે. દર વર્ષે, તેના ઘરે ભગવાન ગણપતિની સ્થાપના કરીને તે તેની સેવા કરે છે અને પછી તેમનું સંપૂર્ણ ધામધૂમથી વિસર્જન કરે છે.

3 / 5
શિલ્પા શેટ્ટીના પગમાં ઈજાના કારણે તેના પતિ રાજ કુન્દ્રા ભગવાન ગણેશને કારમાં ઘરે લઈ આવ્યા હતા. આ પછી શિલ્પા શેટ્ટી પૂજાની થાળી લઈને બહાર આવી અને આરતી કરીને ભગવાન ગણેશનું સ્વાગત કર્યું. તે જ સમયે, રાજ કુન્દ્રાએ પણ આ દરમિયાન ભગવાન ગણેશનું સ્વાગત કરવા માટે નારિયેળ વધેર્યુ હતું.

4 / 5
શિલ્પા શેટ્ટીનો પતિ સફેદ રંગની હૂડી પહેરીને જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ફરી એકવાર ફિલ્મો તરફ વળી છે. હાલમાં જ તે પ્રિયદર્શનની ફિલ્મ હંગામા 2માં પરેશ રાવલની પત્નીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મોમાં કમબેક કરતા પહેલા તેણે પોતાના માટે ઘણા પ્રકારના બિઝનેસ પણ ખોલ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati