Miss World 2025 in India : ભારતમાં મિસ વર્લ્ડ 2025નું આયોજન, સુંદરીઓ IPL મેચનો પણ માણશે આનંદ, અહીં જુઓ આખું શિડ્યુલ
મિસ વર્લ્ડ 2025 ની સ્પર્ધા ભારતમાં યોજાઈ રહી છે. સ્પર્ધકો હૈદરાબાદ અને વારંગલના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. આ સમય દરમ્યાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

Miss Wolrd 2025 ના 10 મેના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં બધા સહભાગીઓની હાજરી જોવા મળી અને કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો. બાદમાં, 12 અને 13 મેના રોજ, બધા સ્પર્ધકોએ હૈદરાબાદના ઐતિહાસિક 'જૂના શહેર'ની મુલાકાત લીધી. તેમણે ચારમિનાર ખાતે હેરિટેજ વોકનો અનુભવ કર્યો અને પ્રખ્યાત ચોમોહલ્લા પેલેસમાં રાત્રિભોજનનો આનંદ માણ્યો. આ સમય દરમિયાન, તેમણે હૈદરાબાદના હસ્તકલા અને સાંસ્કૃતિક ઉત્સવોનો પણ ભરપૂર આનંદ માણ્યો.

14 મેના રોજ, બધા કન્ટેસ્ટન્સ વારંગલ પહોંચ્યા, જ્યાં તેમણે ઐતિહાસિક હજારો સ્તંભ મંદિર, વારંગલ કિલ્લો અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રામપ્પા મંદિરની મુલાકાત લીધી. વધુમાં, તેમણે સ્થાનિક સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત પેરિની નૃત્ય કાર્યક્રમનો પણ આનંદ માણ્યો.

72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો અંતિમ શો 31 મેના રોજ હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.

18 મેના રોજ, તે પોલીસ કમાન્ડ સેન્ટર અને રાજ્ય સચિવાલય ખાતે રવિવાર-ફંડે કાર્નિવલનો આનંદ માણશે.

20-21 મેના રોજ, બધા સ્પર્ધકો રિજનલ ફાસ્ટ ટ્રેક ટી હબ અને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે IPL મેચનો આનંદ માણશે. 21 મેના રોજ, બધા સ્પર્ધકો શિલ્પારામમ ખાતે કલા અને હસ્તકલા મહોત્સવમાં હાજરી આપશે.

હૈદરાબાદના ચારમિનારથી શરૂ થતી, મિસ વર્લ્ડ સ્પર્ધા 31 મેના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ 2 જૂને તેલંગાણા સ્થાપના દિવસે, મિસ વર્લ્ડ 2025 અને સ્પર્ધકો રાજભવન ખાતે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે તેમની હાજરી દર્શાવશે. (All Image - missworld/instagram)
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. લાઈફસ્ટાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
