રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આ અઠવાડિયે શોમાં સ્પર્ધકોની સામે ટિકિટ ટુ ફિનાલેનો રસપ્રદ ટાસ્ક હતો.
કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખિલાડી 12ને પોતાની પ્રથમ ફાઈનલિસ્ટ મળી ગયો છે.જન્નત જુબૈરના મિત્ર ફૈઝલ શેખ અને તુષાર કાલિયા વચ્ચે ટક્કર બાદ રોહિત શેટ્ટીને ફાઈનલિસ્ટનું નામ જાહેર કર્યું છે.
1 / 5
ખતરો કે ખેલાડી સિઝન 12માં ટિકીટ ટુ ફિનાલે ટાસ્ક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે રુબીના દિલૈકને પોતાની ખરાબ તબિયતના કારણે બહાર થવું પડ્યું હતુ.
2 / 5
નિશાંત ભટ્ટ અને રાજીવે પણ રુબીના તરફથી પ્રોક્સી ટાસ્ક કરવાની ના પાડી હતી. આ શોમાં રુબીનાના એટીટ્યુડને કારણે કનિકા માનની સાથે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
3 / 5
શો માં થઈ રહેલા તમામ ડ્રામાને સાઈડમાં રાખતા કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ ખતરો કે ખેલાડીના ટિકીટ ટુ ફિનાલે પોતાને નામ કર્યો છે. રોહિત શેટ્ટીએ એપિસોડના અંતમાં ટિકીટ ટુ ફિનાલે ખેલાડીના નામની જાહેરાત કરી હતી.
4 / 5
ફૈઝુ ટિકીટ ટુ ફિનાલે ટાસ્ક ન કરી શક્યો પરંતુ તેમણે સારા પ્રદર્શનથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા.