Kangana Diljit : કંગના રનૌતની વાતનો દિલજીત દોસાંઝે આપ્યો જડબાતોડ જવાબ ,કહ્યું મેરા પંજાબ ફલતા-ફુલતા રહે
કંગના રનૌત અને દિલજીત દોસાંઝ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટકરાયા છે. કંગનાએ 'ખાલિસ્તાની' અને 'ધરપકડ'ને લઈને સિંગર પર નિશાન સાધ્યું હતું, જે બાદ હવે દિલજીતે વળતો પ્રહાર કર્યો છે.

તાજેતરમાં, પંજાબ પોલીસે કટ્ટરપંથી શીખ ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કંગના રનૌતે દિલજીત દોસાંઝ પર નિશાન સાધ્યું હતું. પોસ્ટ કરીને કંગનાએ ખાલિસ્તાનીઓને સમર્થન કરવા બદલ દિલજીત દોસાંજની ધરપકડ વિશે લખ્યું હતું. હવે તેના જવાબમાં દિલજીતે પણ એક પોસ્ટ શેર કરી છે.

કંગના રનૌતની વાતનો દિલજીત દોસાંઝે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે તેની સોશિયલ મીડિયા સ્ટોરી પર પંજાબીમાં લખ્યું, મેરા પંજાબ ફલતા ફુલતા રહે. ગાયક અને અભિનેતાએ તેની પોસ્ટમાં હાથ જોડનારી ઇમોજી પણ શેર કરી છે. જોકે, દિલજીતે કંગનાની પોસ્ટ પર સીધું કંઈ કહ્યું નથી, પરંતુ પરોક્ષ રીતે પોતાની વાત રાખી છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે બુધવારે કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં ઘણા પ્રકારના કઠોળ હતા, જેમાં લખ્યું હતું - 'પુલ્સ (પોલીસ) આ ગઈ પુલ્સ'. પોતાના ટ્વીટમાં દિલજીતને ટેગ કરતા તેણે લખ્યું હતું કે 'બસ કહી રહી છું'. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખાલિસ્તાનનું સ્ટીકર પણ ઉમેર્યું હતું. જેમાં તેણે ક્રોસ મુક્યો હતો. આ પોસ્ટમાં કંગનાએ લખ્યું, 'દિલજીત દોસાંઝ જી પુલ્સ આ ગઈ પુલ્સ'.

પંજાબ પોલીસની કાર્યવાહી બાદ કંગના રનૌતે વધુ એક ઈન્સ્ટા સ્ટોરીમાં દિલજીત દોસાંઝને ચેતવણી આપતા લખ્યું, 'ખાલિસ્તાનીઓને સમર્થન આપનારા બધાને યાદ છે આગળનો નંબર તમારો છે, પુલ્સ આવી ગઈ છે, દેશ સાથે દગો કરવાનો કે ટુકડો કરનાનો પ્રયત્ન કરવો મોંઘી પડશે હવે પોલીસ અહીં છે'.

આ પછી કંગના રનૌતે બીજી પોસ્ટ લખી, 'પહેલાં આ દિલજીત દોસાંઝ મોટી ધમકીઓ આપતો હતો. હવે તમે બધા ક્યાં છુપાયેલા છો? તમે કોના જોર પર કૂદતા હતા' પ્લીઝ સમજાવો તમને જણાવી દઈએ કે કંગના અને દિલજીત પહેલા પણ સોશિયલ મીડિયા પર શાહીન બાગના વિરોધને લઈને ચર્ચામાં છે.