Janhvi Kapoor Latest Photos: એક્ટ્રેસ જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) બ્લેક આઉટફિટમાં તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેયર કર્યા છે, જેમાં ફેન્સ તેના લુકના વખાણ કરતા જોવા મળે છે. એક્ટ્રેસ હવે સાઉથની ફિલ્મોમાં જોવા મળશે. જુનિયર એનટીઆર સાથેની અપકમિંગ ફિલ્મની એક્ટ્રેસનો લુક પણ વાયરલ થયો છે.
બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સતત ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા સેન્સેશન છે. એક્ટ્રેસ પોતાના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે. અલગ-અલગ આઉટફિટ્સમાં જાહ્નવીની સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે. હાલમાં જ જાહ્નવીએ બ્લેક આઉટફિટમાં તેના કેટલાક ફોટો શેયર કર્યા છે. (Credit - Instagram)
1 / 5
શેયર કરેલી તસવીરોમાં એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. તેણે બ્લેક કલરનો બોડી ટાઈટ મિડડે ડ્રેસ પહેર્યો છે, જે ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટો શેયર કર્યાના થોડા જ કલાકોમાં તેને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. એક્ટ્રેસે કેપ્શનમાં કંઈ લખ્યું નથી અને માત્ર હાર્ટ ઈમોજી શેયર કર્યું છે. (Credit - Instagram)
2 / 5
એક ફેને જાહ્નવીના ફોટો પર કોમેન્ટ કરતાં કહ્યું- તે ગ્લેમર ક્વીન છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- તમે બધાના દિલ પર રાજ કરો છો. આ સિવાય ફેન્સ જાહ્નવીની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. (Credit - Instagram)
3 / 5
એક્ટ્રેસની ખાસ વાત એ છે કે તે વેસ્ટર્ન આઉટફિટ્સમાં સુંદર લાગે છે, પરંતુ જ્યારે પણ તે સાડીમાં પોતાની તસવીરો શેયર કરે છે ત્યારે ફેન્સનું દિલ જીતી લે છે. સાડીમાં તેનો લુક જોઈને ઘણા ફેન્સ તેની તુલના માતા શ્રીદેવી સાથે કરવા લાગે છે. (Credit - Instagram)
4 / 5
વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર હાલમાં ઘણી ફિલ્મોનો ભાગ છે. હાલમાં જ તેણે જુનિયર એનટીઆરની ફિલ્મ સાઈન કરી છે અને તે સાઉથ સુપરસ્ટારની એનટીઆર30 ફિલ્મમાં એક્ટિંગ કરતી જોવા મળશે. આ સિવાય તે મિસ્ટર એન્ડ મિસિસ માહી અને બવાલ ફિલ્મનો ભાગ છે. (Credit - Instagram)