ગુજરાતી પરિવારમાં થયો જન્મ, સંજય લીલા ભણસાલી નામ નહીં પણ એક બ્રાન્ડ છે
24 ફેબ્રુઆરી 1963ના રોજ એક ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજય લીલા ભણસાલી આજે માત્ર નામ નહીં પણ એક બ્રાન્ડ બની ગયા છે. તો ચાલો આજે આપણે સંજય લીલા ભણસાલીના પરિવાર વિશે જાણીએ.

આજે આપણે સંજય લીલા ભણસાલીના પરિવાર વિશે વાત કરીએ.

ગુજરાતી જૈન પરિવારમાં જન્મેલા ભણસાલીના પિતાનું નામ નવીન ભણસાલી અને માતાનું નામ લીલા ભણસાલી છે. સંજય તેની માતાની ખૂબ જ નજીક હતો, તેથી જ તેણે તેના પિતાની અટક પહેલાં તેની માતાનું નામ લગાવ્યું છે. તેની એક બહેન પણ છે જેનું નામ બેલા ભણસાલી છે.

24 ફેબ્રુઆરીના રોજ એક ગુજરાતી પરિવારમાં સંજય લીલા ભણસાલીનો જન્મ થયો હતો. આજના સમયમાં સૌથી સફળ નિર્દેશકોમાં તેમની ગણતરી થાય છે. હામ દિલ દે ચુકે સનમ, દેવદાસ , બ્લેક જેવી અનેક સુપર હિટ ફિલ્મો માટે સંજય લીલા ભંસાલીનું નામ લેવામાં આવે છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મની સાથે નામ તેમજ ફિલ્મના સેટ પણ ખુબ જ શાનદાર હોય છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી.

બાળપણમાં સંજય લીલા ભણસાલીએ પોતાના પરિવારમાં અનેક મુશ્કેલી જોઈ હતી.તેમની માતા સિલાઈ કરી પરિવારનું ભરણપોષણ કરતી હતી. કહી શકાય કે, સંજય લીલા ભણસાલીનું બાળપણ સંધર્ષ ભરેલું રહ્યું છે.

સંજય લીલા ભણસાલીના પિતા એક પ્રોડ્યુસર હતા પરંતુ તે બોલિવુડમાં સફળ ન રહ્યા. ત્યારબાદ પરિવારની જવાબદારી માતા પર આવી હતી. તેમની માતા પણ ગુજરાતી રંગમંચ પર નૃત્ય કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતી હતી. પોતાની માતાને અનોખી રીતે ઋણ ચુકવ્યું છે.

સંજય ભણસાલીએ વિધુ વિનોદ ચોપરા સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભણસાલીએ પરિંદા અને 1942: અ લવ સ્ટોરી જેવી ફિલ્મો કરી હતી. આ ફિલ્મને બનાવવામાં 50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેણે લગભગ 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે વર્ષે ફિલ્મે 5 નેશનલ એવોર્ડ અને 10 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

સંજય લીલા ભંસાલીએ પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના નામમાં લીલા લખવાનું શરુ કર્યું હતુ. તેમની 2018માં આવેલી પદ્માવત ફિલમનું નિર્દેશન કર્યું હતુ જેના પર ખુબ વિવાદ થયો હતો.તેમની ફિલ્મો તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. ખાસ વાત એ છે કે તેની દરેક ફિલ્મમાં એક સ્ત્રી પાત્ર છે જેનો એક અલગ શેડ છે. સંજય લીલા ભણસાલીએ આવા પાત્રોને લોકોની સામે પણ લાવ્યા છે.

સલમાન ખાન-એશ્વર્યા રાય સહિત રણબીર કપૂર ,આલિયા ભટ્ટ,દીપિકા પાદુકોણ, રણવીર સિંહ જેવા સ્ટાર ભણસાલીએ પોતાની ફિલ્મોમાં લીધા અને આજે સુપર સ્ટાર છે. આજે બોલિવુડમાં સૌ કોઈ આવતા પહેલા સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મમાં કામ કરવાનું સપનું જુએ છે.

સંજય લીલા ભણસાલી ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર અને સંગીત નિર્દેશક છે. ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પાસે મુંબઈના વર્સોવામાં એક આલીશાન બંગલો છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે. આ બંગલાનું ઈન્ટિરિયર એકદમ અદભૂત છે.

બેલા સેહગલ બોલિવુડમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂકી છે. તેમણે શિરીન ફરહાદ કી તો નિકલ પડી (2012), બ્લેક (2005), દેવદાસ (2002), હમ દિલ દે ચૂકે સનમ (1999) અને ખામોશી-ધ મ્યુઝિકલ (1996) જેવી ફિલ્મોમાં સંપાદક તરીકે કામ કર્યું છે.

સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલની સગાઈ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.શર્મિન શહગલે અમદાવાદના હિરા વેપારી સાથે સગાઈ કરી છે.2019માં આવેલી ફિલ્મ મલાલથી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
