સંજય લીલા ભણસાલી
બોલિવુડના જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો જન્મ 24 ફેબ્રુઆરી 1964ના રોજ થયો હતો. તેણે પોતાની માતાને શ્રદ્ધાંજલી આપવા માટે 1942: ફિલ્મ અ લવ સ્ટોરીથી તેમણે પોતાના નામની પાછળ ‘લીલા’ લખવાનું શરૂ કર્યું. ભણસાલીએ પોતાનું કરિયર વિધુ વિનોદ ચોપરા સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
વર્ષ 2002માં તેમણે દેવદાસ ફિલ્મ બનાવી હતી. તે સમયે તેમણે 50 કરોડ રુપિયા લગાવ્યા હતા. ત્યારે આ ફિલ્મએ 100 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તે વખતે આ ફિલ્મને 05 રાષ્ટ્રીય પુરસ્કાર અને 10 ફિલ્મફેર એવોર્ડ જીતી હતી. તેની ફિલ્મ બ્લેકને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેના મોટાભાગના ફિલ્મોના સેટ રાજા રજવાડા અને શાહી રીત રિવાજોની ઝલકને રજૂ કરે છે.
તેમણે અત્યાર સુધીમાં બધી હિટ ફિલ્મો જ આપી છે. અમુક ફિલ્મોના રિલીઝ પહેલાં તેઓ વિવાદોમાં પણ ઘેરાયા હતા. તેમની સુપર હિટ ફિલ્મોમાં પદ્માવત, બાજીરાવ મસ્તાની, રામલીલા મુવીનો સમાવેશ થાય છે. તેમણે પાકિસ્તાનની હીરામંડી પર મુવી બનાવી છે. આ વિસ્તારને એક સમયે શાહી મહોલ્લા તરીકે પણ ઓળખવામાં આવતો હતો.