AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી સિનેમા

ગુજરાતી સિનેમા

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે.

ગુજરાતી સિનેમા જેને ઢોલિવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી ભાષામાં મોશન પિક્ચર્સના નિર્માણ માટે સમર્પિત ભારતીય સિનેમાનો એક સેગમેન્ટ છે, જે ગુજરાત રાજ્યમાં વ્યાપકપણે બોલાય છે. તે અમદાવાદમાં આવેલું છે. તે ભારતના સિનેમામાં મુખ્ય પ્રાદેશિક અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગોમાંનું એક છે, જેણે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં એક હજારથી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

સાયલન્ટ ફિલ્મ યુગમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણી વ્યક્તિઓ ગુજરાતી હતી. ભાષા-સંબંધિત ઉદ્યોગ 1932 ચાલે છે. પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી. 1947માં ભારતની આઝાદી સુધી માત્ર 12 ગુજરાતી ફિલ્મોનું જ નિર્માણ થયું હતું. 1940 ના દાયકામાં સંતો, સતીઓ અથવા ડાકુઓની વાર્તાઓ તેમજ પૌરાણિક કથાઓ અને લોકકથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મ નિર્માણમાં તેજી જોવા મળી હતી. 1950-1960 ના દાયકામાં, સાહિત્યિક કૃતિઓ પર આધારિત ફિલ્મો બનાવવાનું વલણ ચાલુ રહ્યું. 1970 ના દાયકામાં, ગુજરાત સરકારે કર મુક્તિ અને સબસિડીની જાહેરાત કરી જેના પરિણામે ફિલ્મોની સંખ્યામાં વધારો થયો, પરંતુ ગુણવત્તામાં ઘટાડો થયો.

1960 થી 1980 ના દાયકા સુધી વિકાસ પામ્યા પછી ઉદ્યોગમાં વર્ષ 2000 સુધી ઘટાડો જોવા મળ્યો જ્યારે નવી ફિલ્મોની સંખ્યા ઘટીને વીસ કરતા પણ ઓછી થઈ ગઈ. ગુજરાત રાજ્ય સરકારે ફરીથી 2005માં ટેક્સ મુક્તિની જાહેરાત કરી હતી જે 2017 સુધી ચાલી હતી. પ્રથમ ગ્રામીણ માંગ અને બાદમાં ફિલ્મોમાં નવી ટેક્નોલોજી અને શહેરી વિષયોના પ્રવાહને કારણે 2010ના દાયકામાં ઉદ્યોગને આંશિક રીતે પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે 2016માં પ્રોત્સાહક નીતિ જાહેર કરી હતી.

Read More

National Awards 2026: ગુજરાતી ફિલ્મ ‘મારન’ એ મારી બાજી, કઈ ફિલ્મે કઈ ભાષામાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો? જુઓ આખું List

ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ મુખ્ય પુરસ્કારો જીત્યા છે. ચાલો જાણીએ કે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દી સહિત કઈ ભાષાઓમાં કોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

72nd National Film Awards : 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો? TV9ના સંજીવ શ્રીવાસ્તવને પણ સન્માન મળશે

72nd National Film Awards: ભારતીય સિનેમામાં સર્વોચ્ચ સન્માન 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહ્યા છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે શરૂ થશે. તમે તેને ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો

Breaking News : 72 વર્ષમાં પહેલી વાર કરાયુ ગુજરાતમાં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન, ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને મળશે એવોર્ડ

National Film Awards 2026 : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર 72મો નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન કરાયું છે.72માં નેશનલ ફિલ્મ અવોર્ડ્સમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર અપાશે.ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે.

હિંમતનગરમાં જન્મેલા અભિનેતાનું ઈન્ડસ્ટ્રીમાં છે મોટું નામ, જુઓ મનોજ જોષીનો પરિવાર

મનોજે હિન્દી અને ગુજરાતી થિયેટરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેતાને "ફિર હેરા ફેરી" માં "કચરા સેઠ" તરીકે ઓળખ મળી હતી.100થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતાનો પરિવાર જુઓ

Breaking News: કિંજલ રબારીના લવમેરેજ, સામાજિક વિરોધથી લઈ ભાગમભાગ સુધીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, જાણો ઈનસાઈડ સ્ટોરી

પહેલાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન, પછી અચાનક 'ઘર વાપસી', અને તે પછી અમદાવાદના મોલ બહારથી કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા! એક તરફ પોલીસ ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ, તો બીજી તરફ ખુદ કિંજલ રબારીએ પોલીસ કમિશનર અને હાઇકોર્ટ સમક્ષ કરેલા ધડાકાએ સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. પડદા પાછળ ચાલેલી અસલી રમત શું હતી? વાંચો શરૂઆતથી લઈને આજ સુધીની તમામ વિગતો.

‘હનુમાન અંશ’ની સુપરહિટ સફર બાદ ભક્તિ ફિલ્મોનો નવો દોર, ‘તેરા સાંઈ’માં સંજય મિશ્રા બનશે સાંઈ બાબા, ખાટુ શ્યામ પર પણ બનશે ફિલ્મ

બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'ફિલ્મે મચાવેલા ધમાકા બાદ આખું બોલિવૂડ હચમચી ગયું છે! હવે મેકર્સ એવા કયા મોટા પ્રોજેક્ટ્સની લાઈન લગાવી રહ્યા છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આખી દિશા જ બદલી નાખી? જાણવા જેવો છે આ મોટો ટ્રેન્ડ.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રાધાન્ય આપવા મહારાષ્ટ્ર મોડેલની રજૂઆત, સાંભળો અભિનેતા દીપક તિજોરીએ શું કહ્યું

અભિનેતા દીપક તિજોરીએ ગાંધીનગરમાં સચિવાલય પહોંચી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે રજૂઆત કરી હતી. તેમણે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે સાથે મુલાકાત કરી ગુજરાતી ફિલ્મોને હિન્દી અને અંગ્રેજી ફિલ્મોના કારણે થિયેટરમાંથી ઉતારી લેવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી.

Breaking News: નેપાળ-ચીન સરહદ પર ફસાયેલી ગુજરાતી અભિનેત્રી ભારત પરત ફરતા દીકરીને ગળે લગાવીને રડી પડી , જુઓ Video

માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગઈ હતી. હાલમાં નેપાળમાં ગંભીર પરિસ્થિતિ છે. ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ઘરે પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર પરિવાર સાથે ઈમોશનલ જોવા મળી હતી.

Breaking News : તિબેટમાં આવેલા પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ, કહ્યું હૃદય તૂટી ગયું

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાની સુરક્ષા વિશે જાણખારી આપી છે. તો ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

Breaking News : અરુણા ઈરાનીના પતિનું અવસાન, તેમણે અજય દેવગણને બનાવ્યો હતો સ્ટાર

Kuku Kohli Death : હિન્દી સિનેમાના ફેમસ ડાયરેક્ટર કુકૂ કોહલી હવે દુનિયામાં રહ્યા નથી. 77 વર્ષની ઉંમરે અરુણા ઈરાનીના પતિનું નિધન થયું છે. જેમણે અજય દેવગણને ફિલ્મોમાં પહેલી તક આપી હતી.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાના પિતાનું થયું નિધન, ગુજરાતી રંગભૂમિના રહ્યા છે વરિષ્ઠ કલાકાર

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરીયાનું અવસાન થયું છે , તે તન્મય વેકરિયાના પિતા છે (તન્મય તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બાઘાના પાત્ર માટે પ્રખ્યાત છે)

મિથુન ચક્રવર્તીની વેવાણ છે ગુજરાતી, ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂકી છે કામ, જુઓ ફોટો

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા ઘણીવાર તેના પરિવાર સાથેના ફોટા શેર કરે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તેમને કેટલો પ્રેમ કરે છે. આજે આપણે મિથુન ચક્રવર્તીની વેવાણ વિશે વાત કરીશું. જે ખુબ સ્ટાઈલિશ છે.

Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યાના 9 વર્ષ બાદ જૂનો ટપ્પુ હવે શું કરી રહ્યો છે?

Taarak Mehta Ka Ooltah Chashmah Tapu: જો તમે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોના ચાહક છો, તો તમે ટપ્પુ પાત્રથી પરિચિત હશો. ભવ્ય ગાંધીએ નવ વર્ષ પહેલાં શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ પછીથી તેણે શો છોડી દીધો. ચાલો જાણીએ કે શો છોડ્યા પછી ભવ્ય ગાંધી હવે શું કરી રહ્યા છે.

તારક મહેતા શો છોડ્યા બાદ હવે શું કરી રહી છે જુની અંજલી ભાભી? જુઓ ફોટો

Taarak Mehta ka ooltah chashmah Neha Mehta: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રી નેહા મહેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. 6 વર્ષ પહેલા તેમણે આ શો છોડ્યો હતો. તો ચાલો જાણીએ નેહા મહેતા શોથી દુર થયા બાદ શું કરી રહી છે.

Breaking News : લાલો ફિલ્મના અભિનેતા પર અભિનેત્રીને અભદ્ર મેસેજનો આરોપ લાગ્યો, અભિનેત્રીએ પુરાવા સાથે વીડિયો પોસ્ટ કર્યો

ટેલિવિઝન અને ઓટીટી અભિનેત્રી નેહલ વડોલિયાએ લાલો ફિલ્મના અભિનેતા કરણ જોશી પર ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ મેસેજ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ અભિનેત્રી વીડિયો પોસ્ટ કરી ખુલાસો કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">