Hockey WC Opening Ceremony : હોકી વર્લ્ડ કપની થઈ શરૂઆત, દિશા અને રણવીર સિંહે કર્યો જબરદસ્ત ડાન્સ
Celebs Perfomance On Hockey World Opening Ceremony: હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ, દિશા પટની અને ફેમસ સિંગર પ્રિતમે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.

મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતમાં રમાઈ રહ્યો છે. બુધવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રોફીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સેરેમનીમાં રણવીર સિંહ, દિશા પટની અને પ્રીતમ જેવા ફિલ્મ સ્ટાર્સનું જબરદસ્ત પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. આ સ્ટાર્સે તેમના પરફોર્મન્સથી સમારોહમાં આકર્ષણ જમાવ્યું હતું.

સ્ટેડિયમમાં હજારો દર્શકો હાજર હતા, જેમની સામે બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર પ્રિતમે પરફોર્મ કર્યું હતું.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાનીએ ઓપનિંગ સેરેમનીમાં જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. જે ફોટો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે દિશા પટણી બ્લેક ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ સમારોહના અંતે બોલિવૂડનો દમદાર અભિનેતા રણવીર સિંહ સ્ટેજ પર દેખાયો. રણવીર સિંહે પણ હોકી વર્લ્ડ કપના ઓપનિંગ સેરેમનીમાં ડાન્સ કર્યો હતો અને પોતાના પરફોર્મન્સથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું.