ગુજરાતી ,હિન્દી, તેલુગુ , મરાઠી અને મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર

મોનલ ગજ્જરનો જન્મ 13 મેના રોજ ગુજરાતી પરિવારમાં થયો હતો અને તે ગુજરાતના અમદાવાદની વતની છે. કોમર્સમાં સ્નાતક થયા પછી તેમણે બેંકમાં કામ કરવાનું શરૂ કર્યું.મોનલ ગજ્જરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 11, 2024 | 7:23 AM
ગુજરાતની એક એવી અભિનેત્રી જેમણે ગુજરાતી નહિ પરંતુ તેલુગુ ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરુઆત કરી છે. તેની ફિલ્મોને ચાહકો ખુબ પસંદ કરે છે.

1 / 11
 મોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મોમાં તો ખુબ જ જાણીતું નામ છે. સાથે ગુજરાતી જ નહીં પરંતુ તમિલ, તેલગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.મોનલ ગજ્જરના પરિવાર વિશે જાણો.

2 / 11
ગુજરાતી ફિલ્મ 'રેવા' દ્વારા ચાહકોના દિલમાં જગ્યા મેળવનાર ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરએ ગુજરાતી ફિલ્મો સિવાય અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.  એવી કોઈ ઈન્ડસ્ટ્રી નહિ હોય જેમાં મોનલે કામ કર્યું ન હોય. તો આજે આપણે મોનલ ગજ્જરના પરિવાર વિશે વાત કરીશું.

3 / 11
મોનલ ગજ્જરનો જન્મ 13 મેના રોજ અમદાવાદમાં થયો છે. જે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે ગુજરાતી અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે. તેણે 2012માં તેલુગુ ફિલ્મ સુદિગાડુથી ડેબ્યૂ કર્યું હતું. 2021માં સતીશ કૌશિક દિગ્દર્શિત હિન્દી ફિલ્મ કાગઝમાં પણ અભિનય કર્યો હતો.

4 / 11
 તેના યોગ શિક્ષકના કહેવાથી મોનલ ગજ્જરે 2011માં રેડિયો મિર્ચી દ્વારા આયોજિત મિર્ચી ક્વીન બી બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો હતો,જેમાં તેણીએ જીત મેળવી હતી.બાદમાં તેણીએ મિસ ગુજરાતનો ખિતાબ પણ જીત્યો.

5 / 11
તેની પ્રથમ ફિલ્મની રિલીઝ પહેલા જ મોનલ ગજ્જરે પાંચ ફિલ્મો સાઈન કરી હતી, જેમાં તમિલ અને તેલુગુની એક ફિલ્મનો સમાવેશ થાય છે. તેમજ મલયાલમમાં ડ્રેક્યુલા 2012 સાથે ડેબ્યૂ કર્યું હતું.

6 / 11
સપ્ટેમ્બર 2020માં ગજ્જરે તેલુગુ રિયાલિટી ટીવી શો બિગ બોસ 4 માં પ્રથમ સ્પર્ધકો તરીકે પ્રવેશ કર્યો હતો.બિગ બોસમાં પણ મોનલનું સારું પ્રદર્શન જોવા મળ્યું હતુ.

7 / 11
તમને જણાવી દઈએ કે, ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે ગુજરાતી ફિલ્મ, વેબ સિરીઝ, તેલુગુ ફિલ્મ અને વેબ સિરીઝ ટીવી સિરીયલમાં પણ જોવા મળી ચુકી છે. મોનલ ગજ્જર મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી ચૂકી છે.

8 / 11
અભિનેત્રીએ કહ્યું કે, સફળતા માટે તમારે અને તમારા પરિવારે ઘણું બધુ સહન કરવું પડે છે. મોનલે કહ્યું મારી યુવાવસ્થા કામમાં જ પસાર થઈ છે. મારી બહેનના લગ્નમાં પણ હું સામેલ થઈ શકી ન હતી. કારણ કે, તે સમયે હું બિગ બોસ 4 તેલુગુમાં હતી.

9 / 11
મોનલ ગજ્જરે જિંદગીના સંઘર્ષો વિશે વાત કરતા કહ્યું કે, હું 15 વર્ષની ઉંમરથી જ કામ કરી રહી છું. મારા પિતાના નિધન પછી પરિવારમાં સૌથી મોટી હું હતી, મારી બહેન અને માતાની જવાબદારી પણ મારા પર હતી.

10 / 11
ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરે ફિલ્મ કાગઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં તેણે પંકજ ત્રિપાઠીના પાત્ર ભરત લાલની પત્ની રુક્મિણીની ભૂમિકા ભજવી હતી. આ પાત્રને ચાહકોએ ખુબ પસંદ પણ કર્યું હતુ.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">