Republic Day : ભારતમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો – હર્ષ સંઘવી, જુઓ Video
ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યુ કે દેશમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો છે.
ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના 300થી વધુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું.
પરેડમાં અલગ-અલગ વિભાગોની યોજનાઓના ટેબ્લો પ્રદર્શિત કરાયા હતા. ટેબ્લોના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ હતી. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સમયે હર્ષ સંઘવીએ પ્રજા જોગ સંદેશ આપકા અનેક મહત્વના મુદ્દે વાત કરી હતી.
25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશ બદલાઈ રહ્યો છે અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું પણ જણાવ્યું છે. 6 વર્ષમાં 12 કરોડ ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે.70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ અપાઈ છે. તેમજ 13 હજારથી વધુ જન ઔષધી કેન્દ્રો ખોલી સામન્ય નાગરિકોને મદદ કરાઈ હતી.
આ સમયે હર્ષ સંઘવીએ ગુજરાતની સિદ્ધિઓ ઉપર પણ વાત કરતા જણાવ્યું હતું કે લોકોના સહકારથી ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિકાસ માટે તંત્ર પણ દિવસ-રાત એક કરી રહ્યું છે.
ગુજરાતમાં 74 ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજના ગુજરાતમાં 74 ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે છે. પ્રાકૃતિ ખેતીમાં પણ ગુજરાતની ઉપલબ્ધિની નોંધ લેવાઈ રહી છે. તો આજે ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે.