Ganesh Chaturthi 2023: બોલિવુડમાં ગણેશ ઉત્સવની ધૂમ, આ સ્ટાર્સે ખાસ અંદાજમાં બાપ્પાનું કર્યુ સ્વાગત, જુઓ Photos
Ganesh Chaturthi 2023: જ્યાં દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. માધુરી દીક્ષિતથી લઈને શનાયા કપૂર સુધી... બોલિવૂડની સુંદરીઓએ પણ ચાહકોને પોતપોતાના ઘરે બાપ્પાના આગમનની ઝલક બતાવી છે.

હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવારની ઉજવણી દેશભરમાં ખુબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીમાં કેવી રીતે પાછળ રહી શકે છે. બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરના ઘરે પણ આ વર્ષે બપ્પાએ પધરામણી કરી, જેના દર્શન અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને કરાવ્યા છે. અભિનેત્રી યલો ડ્રેસમાં બાપ્પાના આશીર્વાદ લેતી જોવા મળે છે. (ફોટોઃ ભૂમિ પેડનેકર ઇન્સ્ટાગ્રામ)

અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ પોતાના ફેન્સને ગણેશ ચર્તૂર્થીની શુભકામનાઓ પાઠવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે માધુરી દીક્ષિત બાપ્પા સામે હાથ જોડીને દર્શન કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર અભિનેત્રીના ઘરની નહીં, પરંતુ સેટની છે. જેનો ફોટો માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. (ફોટોઃ માધુરી દીક્ષિત ઇન્સ્ટાગ્રામ)

ટેલિવિઝન અભિનેત્રી હંસિકા મોટવાણીએ પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. જેનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. અભિનેત્રીએ પતિ સોહલ કથુરિયા સાથે બપ્પાના આશીર્વાદ લેતી તસવીર પણ શેર કરી છે. (તસવીરઃ હંસિકા મોટવાણી ઇન્સ્ટાગ્રામ)

શનાયા કપૂરે પણ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સને શુભેચ્છાઓ પણ પાઠવી છે. શનાયા કપૂર યલો હેન્ડ વર્ક સૂટમાં તસ્વીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ ચાહકો સાથે બાપ્પાના પ્રસાદની તસવીર પણ શેર કરી છે. (ફોટોઃ શનાયા કપૂર ઇન્સ્ટાગ્રામ)

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. મરાઠી સ્ટાઈલમાં સજ્જ થઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ દરમિયાન, અભિનેત્રીએ કેપ્શન લખ્યું: ગણપતિ બાપ્પા મોર્યા... (ફોટો: સોનાલી બેન્દ્રે ઇન્સ્ટાગ્રામ)