શાહરૂખ ખાનની ફિલ્મ Jawanમાં એક-બે નહીં, 4 કેમિયો જુઓ કોણ છે આ સ્ટાર
બોલિવૂડના બાદશાહ ખાહરુખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ઈન્ડસ્ટ્રીનો અસલી બાદશાહ છે. શાહરૂખની જવાન (Jawan) રિલીઝ થતાની સાથે જ તેણે ફરી એકવાર પોતાનો દબદબો બનાવી લીધો છે. જવાને તેની રિલીઝ સાથે ઘણા રેકોર્ડ તોડ્યા છે. અને શું તમે જાણો છો કે ફિલ્મમાં એક નહીં પરંતુ ચાર કેમિયો છે.

શાહરૂખ ખાન અને નયનતારા સ્ટાર જવાન આજે સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ અને નયનતારા સિવાય અન્ય ઘણા સ્ટાર્સ પણ છે. જેમાં વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, પ્રિયમણી, સુનીલ ગ્રોવર અને અન્યનો સમાવેશ થાય છે. અને ફિલ્મમાં એક-બે નહીં પણ ચાર કેમિયો છે.

ફિલ્મમાં સંજય દત્તનો પણ કેમિયો છે. તેનું પાત્ર એકદમ પ્રભાવશાળી છે. સંજય દત્તની એન્ટ્રી સાથે ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળશે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, દીપિકા પાદુકોણ જવાનમાં ખાસ કેમિયો કરવા જઈ રહી છે. દીપિકાની આ ઝલકથી ચાહકો ખુશ થઈ ગયા હતા. દીપિકા શાહરૂખના પાત્ર વિક્રમ રાઠોડની પત્નીની ભૂમિકામાં છે. તેમનો કેમિયો સ્ટોરીમાં ખાસ છે.

શાહરૂખ ખાન પહેલીવાર ડિરેક્ટર એટલી સાથે કામ કરી રહ્યો છે. આ સિવાય એટલાએ ફિલ્મના ગીત ઝિંદા બંદામાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી હતી. શાહરૂખ અને એટલીની આ સ્ટાઈલ એકદમ અદભૂત છે.

કન્ટેન્ટ પ્રોડ્યુસર વિરાજ ઘેલાનીએ ફિલ્મમાં સંજય દત્તના જમણા હાથની ભૂમિકા ભજવીને એક કેમિયો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના પાત્રના યુનિફોર્મમાં ડિરેક્ટર એટલી સાથેની એક તસવીર પણ શેર કરી છે.