આદિત્ય રોય કપૂર જન્મદિવસ : 13 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, 8 વખત તેનું દિલ તુટ્યું છે, વિદ્યા બાલનના દિયરના ક્યારે થશે લગ્ન?
બોલિવૂડમાં આ એક એવા એક્ટર છે જેનું અંગત જીવન એટલું સરળ નથી રહ્યું. આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડેને ડેટ કરવાને લઈને આ દિવસોમાં કોણ ચર્ચામાં છે. આદિત્યનું દિલ એક-બે વાર નહીં પણ 8 વખત પ્રેમમાં તૂટી ગયેલું છે.

આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બરે વર્ષ 1985ના રોજ થયો હતો. 37 વર્ષના આદિત્ય, સિદ્ધાર્થ અને કુણાલ કપૂરનો નાનો ભાઈ છે અને વિદ્યા બાલન તેની ભાભી છે. આદિત્યએ 2009માં 'લંડન ડ્રીમ્સ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેને વર્ષ 2013માં ફિલ્મ 'આશિકી 2'થી ઘરે-ઘરે ઓળખાતો થઈ ગયો છે.

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના ડેટિંગના સમાચાર આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. તાજેતરમાં જ બંને એક પાર્ટીમાં એક સાથે જોવા મળ્યા હતા. આ સિવાય અનન્યાના જન્મદિવસ પર પણ આ કપલ એકસાથે વેકેશન માણવા ગયા હતા. 30 ઓક્ટોબર 1998ના રોજ જન્મેલી અનન્યા આદિત્ય કરતા 13 વર્ષ નાની છે.

વર્ષ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'આશિકી 2' એ મોટા પડદા પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ફિલ્મની સાથે તેના ગીતો પણ હિટ થયા હતા અને લોકોના મુખે રમતા થયા છે. આ ફિલ્મમાં આદિત્યની સાથે શ્રદ્ધા કપૂર હતી અને કહેવાય છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. બંને 'ઓકે જાનુ'માં પણ સાથે જોવા મળ્યા હતા પરંતુ પછી તેમની વચ્ચે અંતર આવી ગયું હતું.

આદિત્ય કપૂરની ગર્લફ્રેન્ડની યાદીમાં સોનાક્ષી સિન્હાનું નામ પણ એકસમયે જોડાયું હતું. કરણ જોહરની ફિલ્મ 'કલંક'ના શૂટિંગ દરમિયાન તેમની મિત્રતા ઘણી વધી ગઈ હતી. બોલિવૂડ વર્તુળોમાં તેમના પ્રેમની ચર્ચાઓ હતી પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી રહી શક્યો નહીં.

આદિત્યનું નામ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નાની દીકરી આહાના દેઓલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. કહેવાય છે કે બંને સીરીયસ રિલેશનશીપમાં હતા પરંતુ પછી તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું. ખાસ વાત એ છે કે આદિત્ય પહેલા રણવીર સિંહ પણ આહાનાના પ્રેમમાં હતો.

ફિલ્મોમાં આવતા પહેલા આદિત્યએ વીજે તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે જ તેની મુલાકાત રેહા ચક્રવર્તી સાથે થઈ હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી પરંતુ પછી તેઓ અલગ થઈ ગયા.

આ બોલિવુડ એક્ટ્રેસ સિવાય આદિત્ય રોય કપૂરનું નામ નિધિ અગ્રવાલ, રેહા ચક્રવર્તી, દિવા ધવન અને મારિયાના સાથે પણ જોડાઈ ચૂક્યું છે.
