દીપિકા પાદુકોણ છે ‘કોન્ટ્રોવર્સી ક્વીન’, રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ છે આ ફિલ્મો
Deepika Padukone Controversyઅભિનેત્રી દીપિકા પાદુકોણ અને વિવાદોનો જૂનો સંબંધ છે. દીપિકાની ફિલ્મો રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ જાય છે. દીપિકા પોતાની ફિલ્મોમાં આવતા પહેલા જ વિવાદમાં ફસાઈ જાય છે.

દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું બેશરમ રંગ ગીત વિવાદોમાં ફસાઈ ગયું છે. આ ગીતમાં દીપિકાએ કેસરી બિકીની પહેરી છે, જેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું કે, જો ગીતમાં સુધારો કરવામાં નહિ આવે તો ફિલ્મને મઘ્યપ્રદેશમાં રિલીઝ કરવામાં આવશે નહિ,મધ્ય પ્રદેશમાં આ ફિલ્મના વિરોધમાં પુતળાઓ સળગાવવામાં આવી રહ્યા છે.દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું ગીત બેશરમ રંગ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગયું છે. આ ગીતમાં દીપિકાએ કેસરી રંગની બિકની પહેરી છે

આવું પ્રથમ વખત થયું નથી કે, જ્યારે દીપિકાની ફિલ્મ કોઈ કોન્ટ્રવર્સી થઈ હોય. આ પહેલા દીપિકાની ફિલ્મ પદ્માવત પણ ખુબ વિવાદોમાં રહી છે. ફિલ્મમાં દીપિકાના કેટલાક સીનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

દીપિકા પાદુકોણ અને રણવીરની ફિલ્મ બાજીરાવ મસ્તાની પર પણ પ્રતિબંધ કરવાનો વિરોધ થયો હતો. આ ફિલ્મમાં ઈતિહાસને ખોટી રીતે દેખાડવાનો આરોપ લાગ્યો હતો.

દીપિકા પાદુકોણની ફિલ્મ રામ લીલાના નામને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. ત્યારબાદ ફિલ્મમાં રોમેન્ટિક એન્ગલને લઈ ધમાલ મચી હતી.

દીપિકાની ફિલ્મ 'છપાક' પણ ચર્ચામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન માટે દીપિકા જેએનયુ પહોંચી હતી, ત્યાર બાદ ઘણો હોબાળો થયો હતો.

દીપિકાની ફિલ્મો એક યા બીજા કારણે ચર્ચામાં રહે છે. જેમાં તેની ફિલ્મ કોકટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં ભલે કોઈ વિવાદ ન હતો, પરંતુ દીપિકાએ પોતાના ડિપ્રેશનના ખુલાસાથી આ ફિલ્મને ચર્ચામાં લાવી દીધી હતી.