એનિમલ ફિલ્મ: રિલિઝના 4 દિવસ પહેલા રણબીર કપૂની ફિલ્મે કમાઈ લીધા કરોડો રૂપિયા, એડવાન્સ બુકિંગ રહ્યું શાનદાર
રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલિઝ થઈ ચૂક્યુ છે. ફેન્સ તરફથી ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે હવે ફેન્સ 1 ડિસેમ્બરની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ ફિલ્મ રિલિઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તાબડતોડ થઈ રહ્યું છે.

એનિમલ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે અને આ ફિલ્મને જોવા માટે લોકો ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરને ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. તમામ લોકો સ્ક્રીન પર રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલને જોવા માટે બેચેન બની ગયા છે.

આ ફિલ્મના એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. ટ્રેલરની ચારે તરફ ચર્ચા છે અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શાનદાર રહ્યું છે. એડવાન્સ બુકિંગ મામલે પ્રથમ દિવસે જ એનિમલ ફિલ્મે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રણબીર કપૂરની ફિલ્મની એડવાન્સ બુકિંગના તાજા આંકડા હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાના છે. આ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોએ પણ સારી કમાણી કરી છે.

રણબીર કપૂરની ફિલ્મની એડવાન્સ બુકિંગના તાજા આંકડા હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાના છે. આ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોએ પણ સારી કમાણી કરી છે.

જો ફિલ્મની વાત કરીએ તો તેમાં પ્રથમ વખથ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક સાથે જોવા મળશે. રશ્મિકાનો રોલ ફિલ્મમાં કેટલો મોટો હશે? તે સવાલ પણ ફેન્સના મનમાં ચાલી રહ્યો છે, કારણ કે ટ્રેલરમાં તેના પાત્રની લેન્થ વધારે નથી. ત્યારે બોબી દેઓલ પણ 10-11 સેકેન્ડ માટે ટ્રેલરમાં જોવા મળ્યો છે.
