Aamna Sharif Photos : આમના શરીફનો જોવા મળ્યો ક્યૂટ લુક, તસવીરો થઈ વાયરલ
Aamna Sharif Photos: ટીવી એક્ટ્રેસ આમના શરીફ (Aamna Sharif) તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

ટીવી એક્ટ્રેસ આમના શરીફ ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. (Image - Aamna Sharif Instagram)

આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી. આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું. તેના કામ માટે તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. (Image - Aamna Sharif Instagram)

આમના શરીફ 40 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે. (Image - Aamna Sharif Instagram)

આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. (Image - Aamna Sharif Instagram)

આમના શરીફે બેકલેસ ટોપ અને શોર્ટસમાં જોવા મળી છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (Image - Aamna Sharif Instagram)